ઠગ ટોળકીએ ગે ડોક્ટરનો ઉતાર્યો અશ્લીલ વીડિયો, પછી થઈ જોવા જેવી...

PC: news18.com

સુરતમાં હોંશ ઉડી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેડરોડના હોમો સેક્યુઅલ ડોક્ટરને મળવાને બહાને બોલાવીને મુખમૈથુન કરાવી ઠગ ટોળીકીએ ફોનમાં વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરીને પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારે ડોક્ટરે પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઠગ ટોળકીના એક સાગરીતને ચોક બજારમાંથી પકડી પાડ્યો છે. તેમજ આ વ્યક્તિ ડોક્ટરનો અશ્લિલ વીડિયો ઉતારીને ડોક્ટરને બ્લેકમેઈલ કરતો હતો અને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તેમજ પૈસા નહીં આપે તો મારવાની પણ ધમકી આપી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે છટકું ગોઠવીને બ્લેકમેઈલ કરનાર શખ્સને પકડી પાડ્યો હતો. 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના વેડરોડ પાસે રહેતા 30 વર્ષનો તબીબ હોમિયોપેથિક ડોક્ટર હતો. જો કે તે મૂળ ભાવનગરનો હતો અને હોમો સેકસ્યુઅલ છે. થોડાક દિવસો પહેલાં તેમના રાજુ નામના છોકરાની મોબાઈલ એપ્લિકેશનમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. તેના પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને પછી એકબીજાને મળતા હતા. ત્યારે એક વખતે ડોક્ટર અને રાજુ મુખમૈથુન કરતા હતા. આ જોઈને રાજુના સાગરીતોએ બારીમાંથી વીડિયો ઉતાર્યો હતો. તેના પછી ઠગ ટોળકીએ ડોક્ટરના સગા-સંબંધીઓના ફોન નંબર લઈને બ્લેકમેઈલ કરવાનું ચાલું કર્યું અને તેના પરિવારના લોકો અને સંબંધીઓને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ ડોક્ટરને લાફો મારી લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. તેમજ પાંચ લાખ ખંડણી માંગી હતી.

જો કે ડોક્ટર પાસે આટલા પૈસા ન હોવાથી તેમને પૈસા આપવાની ના પાડી હતી ત્યારે ઠગ ટોળકીએ 60 હજાર રૂપિયા આપીને સમાધાન કરવાની વાત કરી હતી. જો કે આ મામલે હોમિયોપેથિક ડોક્ટરે પોલીસને ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે સર્વેલન્સ ટીમ દ્વારા છકટું ગોઠવીને ટોળકીના એક શખ્સની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા 26 વર્ષનો શખ્સ કિરીટ મોરી અમદાવાદનો છે. જો કે અત્યારે બે દિવસના રિમાન્ડ પર છે તેમજ પોલીસ તેના સાગરીતો વિશે પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp