ચેમ્બર ચૂંટણીના ઉમેદવાર મિતિષ મોદીની તુલના PM નરેન્દ્ર મોદી સાથે કોણે કરી દીધી

PC: khabarchhe.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી રવિવારે યોજાશે ત્યારે ઉમેદવારોના સમર્થકો ભારે ઉત્સાહમાં છે. એક ઉમેદવાર મિતિષ મોદીના સમર્થકે તો તેમની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી દેતા આશ્ચર્ય સર્જાયું છે.
મિતિષ મોદીના સમર્થક અતુલ પાઠકે તેમના ફેસબુક વોલ પર લખ્યું છે કે -દિલ્હી મેં મોદી, ચેમ્બરમાં મોદી, અબ ફિર એકબાર મોદી હી મોદી. આ વાંચીને ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. જોકે લોકોએ તેના પર રીએક્શન આપવાનું ટાળ્યું છે. માત્ર 2 જ લોકોએ કમેન્ટ કરી છે. 2 લોકોએ શેર કરી છે અને 38 લોકોએ લાઇક કરી છે. ઉલ્લેખનીય છે કે અતુલ પાઠક ચેમ્બરના એનર્જી ઇન્ટરનેશનલ એક્સપોના ચેરમેન છે. વર્ષોથી ચેમ્બરમાં સક્રિય છે. પરંતુ અતિ ઉત્સાહમાં આવીને તેમણે ન કરવા જેવી તુલના કરી દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp