સોલા સિવિલમાં વર્ગ 4ના કર્મીઓની હડતાલ,કહ્યું-કંઈ ખોવાય તો આક્ષેપ અમારા પર આવે

PC: news18.com

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદસર હેડલાઈન્સમાં રહે છે. એક ચોક્કસ સમયગાળા બાદ ફરી એકવખત સોલા સિવિલમાં વર્ગ 4ના કર્મચારીઓએ બાંયો ચડાવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનની પાઈપ ચોરી થઈ હતી. જેની તપાસ કરવામાં આવી હતી. પણ સોલા સિવિલમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ તરફથી કોઈ પૂછપરછ કરવાના બદલે માર મારવામાં આવ્યો હતો. 

જેને લઈને સોલા સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાલ કરી હતી. તેઓ રસ્તા પર બેસી ગયા હતા અને પોતાના પર લાગેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં અંદાજે 150થી વધુ ચોથાવર્ગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોથાવર્ગના કર્મચારીઓએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલા સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓના મોબાઈલ ખોવાઈ જાય, પર્સ ખોવાઈ જાય કે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો હાઉસ કિપિંગના કર્મચારીઓ પર આરોપ લગાવવામાં આવે છે. પોલીસ કંઈ પૂછપરછ કરવાના બદલે માર મારે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ચોથાવર્ગના કર્મચારીઓએ એવી માગ કરી છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી દૂર રહીશું. હવે ચોથાવર્ગના કર્મચારી હોસ્પિટલના કામથી દૂર રહે તો વૉર્ડમાં ગંદકી વધી જાય એમ છે. મેડિવેસ્ટ દૂર કરવાની કામગીરીમાં મોટો બ્રેક લાગી જાય. આ ઉપરાંત સફાઈને પ્રશ્ન પણ ઊભો થાય છે. જે તે વૉર્ડ કે ઑપરેશન થિએટર્સમાં સફાઈનું કપરૂ કામ આ વર્ગના કર્મચારી કરતા હોય છે.

 

જોકે, આ મુદ્દે તેઓ કહે છે કે, યોગ્ય રીતે ન્યાય કરવામાં આવે. સીસીટીવી લગાવવામાં આવે, ખોટા આક્ષેપ દૂર કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, યોગ્ય રીતે તપાસ થાય છે કે નહીં. સફાઈ વગર દર્દીઓ પણ મુશ્કેલીમાં મૂકાશે. જો, કે, આ મુદ્દે હોસ્પિટલના સત્તાધીશો તરફથી કોઈ પ્રતિક્રિયા જાણવા મળી નથી. આ પહેલા પણ ચોથાવર્ગના કર્મચારીઓએ કોર્પોરેશનની ઝોનલ ઓફિસ સામે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, રાજકોટ હોય કે મહાનગર અમદાવાદ ચોથા વર્ગના કર્મચારીઓને લઈને કાં તો પગાર કાં તો આક્ષેપબાજીનો આવો મુદ્દો સતત વિવાદમાં રહેતો હોય છે. અગાઉ રાજકોટ શહેરમાં આ વર્ગના કર્મચારીઓને પગારમાં મોડું થતા કર્મચારીઓએ તંત્રને રજૂઆત કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp