વનમંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

PC: facebook.com/ganpatsinhv

જેમ જેમ ગુજરાતમાં મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ નેતાઓ ભાષણમાં જીભ પરથી કાબુ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વનમંત્રી ગણપત વસાવાએ એક સભાને સંબોધતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને શ્વાનના બચ્ચા સરખાવ્યા હતા.

ગણપત વસવાએ સભા સંબોધતા કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો કુતરાનું ગલુડિયું ઉભું થયું હોયને પૂછડી પટપટાવતો, કે, જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાંખી દે તોએ ચાલી જાય'.

સમગ્ર ઘટનાને પગલે એડીશનલ ચીફ ઈલેકશન કમિશનર દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને ઝડપથી આ મામલે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે અને સત્વરે આ સમગ્ર મામલે રીપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જે ઘટના બની છે. તે ઘટનાની ઓડિયો કલીપ વીડિયો ક્લિપ સહીતના તમામ પુરાવાઓ એકઠા કરી તમામ પૂરાવાઓનું એનાલીસીસ કરીને એક રીપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.

આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષના કેન્દ્ર સરકારના સાશન કાળમાં અને 22 વર્ષના ગુજરાત સરકારના સાશન કાળમાં એક પણ કામ એવું નથી કર્યું કે, જેની વાત આજે પ્રજા વચ્ચે જઈને કહી શકાય, જેના નામે વોટ માંગી શકાય એટલે ક્યાંકને ક્યાંક આવા વાહિયાત ભાષણો અને નિવેદનો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની હલકી માનસિકતા અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું બોવ સ્પષ્ટ કહું છુ કે, ચૂંટણીના ગરમા ગરમીના વાતાવરણમાં બધાએ સંયમ જાળવવો જોઈએ. વાત મક્કમતાથી કહીએ પણ કોઈનું વ્યક્તિગત માનહાની કે, કોઈના માટે વ્યક્તિગત ખરાબ શબ્દો નહીં વપરાવવા જોઈએ ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp