અયોધ્યા ચૂકાદા બાદ જાણો CM રૂપાણીએ શું કહ્યું

PC: fbcdn.net

આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને મસ્જિદ બનાવવા માટે અન્ય જગ્યા પર પાંચ એકર જમીનની ફાળવણી કરવા માટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદાને દેશની જનતાએ અને સાધુ સંતોએ પણ આવકાર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા પર પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાતની તમામ ધર્મની જનતાને શાંતિની અપીલ કરી હતી.

श्री राम जन्मभूमि पर सर्वसम्मति से आए माननीय सर्वोच्च न्यायालय के फैसले का हम स्वागत करते हैं, सम्मान करते हैं। मैं इसके...

Posted by Vijay Rupani on Saturday, 9 November 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે સર્વોચ્ચ અદાલતની મુખ્ય પાંચ ન્યાય મૂર્તિઓએ રામ મંદિરનો જે ચૂકાદો આપ્યો છે, તેનું આપણે સન્માન કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ કે, વર્ષોથી જે પ્રશ્ન અને પ્રશ્નના સંદર્ભમાં કોર્ટે ચૂકાદો આપીને પ્રશ્નનો કાયમ માટે અંત લાવ્યા છે. આશા રાખીએ છીએ કે, દેશ અને ગુજરાતની તમામ સંસ્થાઓ અને તમામ લોકો આ નિર્ણયને સ્વીકારીને દેશની એકતા અને અખંડીતતાને વધારે મજબૂત કરીએ અને ગુજરાતની તમામ ધર્મની જનતાને હું અપીલ કરું છું કે, આ નિર્ણયના સંદર્ભમાં આપણે સૌ શાંતિ જાળવીએ અને એખલાસનું વાતાવણ બનાવીએ.

श्री राम जन्मभूमि पर सर्वसम्मति से आए माननीय सर्वोच्च न्यायालय के फैसले का हम स्वागत करते हैं, सम्मान करते हैं। मैं इसके लिए सर्वोच्च न्यायालय के सभी न्यायमूर्ति के प्रति आभार व्यक्त करता हूँ। यह निर्णय भारत की एकता और अखंडता को और बल प्रदान करेगा। श्री राम जन्मभूमि कानूनी विवाद पर न्याय पाने के लिए अविरत प्रयासरत संस्थाओं, संत-समाज और देश के करोड़ों लोगों जिन्होंने इतने वर्षों तक प्रयास किया है, मैं उनके प्रति कृतज्ञता व्यक्त करता हूँ। श्री राम जन्मभूमि पर सर्वसम्मति से आए सर्वोच्च न्यायालय के फैसले पर मैं गुजरात के सभी समुदायों और धर्म के लोगों से अपील करता हूँ कि हम सभी इस निर्णय को सहजता से स्वीकार करें और शांति व सौहार्द से एकता बनाए रखें।आने वाले दिनों में भारत “एक भारत-श्रेष्ठ भारत” बने ऐसा हम संकल्प करें।

Posted by Vijay Rupani on Saturday, 9 November 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ અપલોડ કરીને માહિતી આપી હતી અને લોકોને શાંતિની અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp