સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડવાળી જગ્યા પાસે CM કેજરીવાલની સભા, જાણો આખો કાર્યક્રમ

PC: dnaindia.com

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ને મળેલી અપ્રિતમ સફળતાથી પ્રોત્સાહિત થઇને દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલ શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહી રહ્યા છે અને કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠકો હાંસલ કરવાનું રણશિંગું સુરતમાં ફુંકશે. સુરતમાં બપોરે 3 વાગ્યે વરાછા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ પાસે કેજરીવાલની સભા રાખવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં આપ અને પાસના કાર્યકરો હાજર રહેશે.

આપના પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયાએ ગુરુવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની માહિતી આપતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીને શુક્રવારે સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચશે જયાં આપના કાર્યકરો અને નેતાઓ તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં હાજર રહેશે. કેજરીવાલ એરપોર્ટથી સીધા સર્કીટ હાઉસ જશે અને ત્યાં સુરતના ઉદ્યોગકારો,સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે.

અરવિંદ કેજરીવાલ બપોરે 3 વાગ્યે વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકથી રોડ શોની શરૂઆત કરશે. આ રેલી માનગઢ ચોકથી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકાથી સરથાણા જકાતનાકા પાસે પૂર્ણાહૂતિ થશે. એ પછી તક્ષશીલા પાસે કેજરીવાલની સભા રાખવામાં આવી છે. સાંજે 7 વાગ્યે કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું હતું કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપને 27 સીટ મળી અને 27 ટકા જેટલો વોટ શેર મળ્યો છે એટલે ગુજરાતની પ્રજાનો આભાર માનવા અને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી હાંસલ કરવાનું રણશિંગુ ફુંકવા માટે કેજરીવાલ સુરત આવી રહ્યા છે.સોરઠીયાએ કહ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપના 2000 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ ચૂંટણીમાં પણ આપનું પ્રોત્સાહક પ્રદર્શન રહેશે એવી અમને ખાત્રી છે.

મનોજ સોરઠીયાએ કહ્યું હતું કે સુરતમાં અમે એકદમ ઓછા સમયમાં ચૂટંણીની તૈયારી કરી હતી અને તેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)નો પુરો સપોર્ટ મળ્યો છે. અમે સુરત મહાનગર પાલિકાની પહેલી સામાન્ય સભાથી ભાજપ સાથે સંઘર્ષ કરીશું અને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું.સોરઠીયાએ ક્હયું હતુ કે ટુંક સમયમાં અમે એક હેલ્પ લાઇન નંબર જાહેર કરવાના છીએ, જેને કારણે શહેરનો કોઇ પણ નાગરીક આ નંબર પર સમસ્યા રજૂ કરી શકશે અને કોર્પોરેટર કે આપના સભ્યો તેમની સેવામાં તત્ત્પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp