પર્યાવરણની મંજૂરી મેળવવા અસત્યનો સહારો

PC: khabarchhe.com

પર્યાવરણની મંજૂરી મેળવવા અસત્યનો સહારો

ભાલ બચાવો સમિતિના અધ્યક્ષ પ્રદ્યુમ્નસિંહ ચૂડાસમા ધોલેરા સર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગની મંજૂરી મેળવવામાં સરકારે કઈ હદે જૂઠ ચલાવ્યું છે તે અંગે કહે છે કે, કાળિયાર હરણ જ્યાં વસે છે ત્યાં ઘોલેરા સર આવે છે. જેની મંજૂરી મેળવી લેવામાં સરકારે કાળું ધોળું કરવામાં બાકી રાખ્યું નથી. તેમના સંગઠને સ્પષ્ટ પણે રજૂઆત સરકારમાં કરી છે કે જ્યાં સુધી પર્યાવરણ વિભાગની મંજૂરી વેળાવદર નેશલન પાર્ક માટે ન મળે ત્યાં સુધી કંઈ બાંધકામ ન કરવું કે આયોજન ન કરવું. કારણ કે ઈકો સેન્સેટીવ ઝોન વિસ્તારમાં સર આવે છે. ઉપરાંત અહીં સીઆઈઝેડ પણ આવે છે. તે બન્ને અત્યંત સંવેદનશીલ બાબત છે. તેની મંજૂરી આપવી એટલે કાયદાનો ભંગ કરવા બરાબર છે. તેમ છતાં સરકારે તેમાં આગળ વધી છે. આ બન્ને બાબતે પૂર્વ મંજૂરી વગર કામ શરૂ કરી શકાય નહીં તેમ છતાં સરકારે તે કામ શરૂ કરી દઈને કાયદાનો સરકાર પોતે જ ભંગ કરી રહી છે. ભાજપની સરકારે પોતે આવા કોઈ કાયદાને માનતી નથી. તે કહે તે કાયદો એવું તેમનું વલણ આ બાબત પરથી દેખાય છે. આવું કામ શરૂ કરવું તે ફોજદારી કાયદાનો ગુનો બને છે, તેમાં સજા થઈ શકે છે.

સરકાર સામે ગુનો નોંધી શકાય

ખરેખર તો આ ગુના ભંગ બદલ મુખ્ય સચિવ સામે કેસ કરી શકાય છે. ગુજરાતના મુખ્ય પ્રધાનને તેમાં બે વર્ષ સુધીની સજા કરાવી શકાય તેમ છે. પણ ગુજરાતમાં કાયદાનું નહીં પણ નાણાં અને સત્તાનું જ શાસન ચાલે છે. તે ધલેરાની ધોળા દિવસે કાયદાના ભંગની ઘટના બતાવે છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની પૂર્વમંજૂરી વિના અહીં સરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું. નિયમ મુજબ જે તે સંસ્થા કે કંપનીએ પ્રથમ પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવવી પડે. એ માટે તેણે જે તે વિસ્તારની જમીન, જીવજંતુ, દરિયાની સ્થિતિ વગેરેને લઈને અહેવાલ તૈયાર કરવાનો હોય છે. જેને સેન્સેટ રિપોર્ટ કહે છે. ધોલેરા સર ઓથોરિટીએ આ રિપોર્ટ એક ખાનગી કંપની પાસે તૈયાર કરાવેલો. એ રિપોર્ટમાં ધોલેરા સરની હદથી માંડી 595 મીટર દૂર વેળાવદરનું કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન બતાવાયું. પણ પર્યાવરણ મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલી અરજીમાં ગુજરાત સરકારે આ બાબતનો ઉલ્લેખ જ કર્યો નહીં. આ અત્યંત ગંભીર બાબત છે. ખુદ ગુજરાતની ભાજપ સરકાર પોતાના નેતાઓના મૂડી રોકાણનું વળતર અપાવવા કાયદાનો ગેરઉપયોગ કરે છે તે આ એક જ કિસ્સો ઘણું બધું કહી જાય છે.

કાળિયાર હરણ સામે પૂરું જોખમ

સરકારે નકશામાં ચારે દિશાનો ઉલ્લેખ કર્યો છે. ધોલેરા સરની પૂર્વ બાજુ ખંભાતનો અખાત, દક્ષિણ બાજુ ભાવનગર જિલ્લાની હદ, ઉત્તર બાજુ ધોલેરા તાલુકાનાં અન્ય ગામો નકશામાં દર્શાવ્યાં છે. પણ હવે સરકારનું જુઠાણું એ છે કે, પશ્ચિમ બાજુની આખી સરહદે વેળાવદર અભયારણ્યની હદ આવે છે. જે બતાવી જ નથી. કાળિયાર હરણને સુરક્ષિત કરતો નેશનલ પાર્કનો ઈકો સેન્સેટિવ ઝોન આવેલો છે, તેનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી. બધું ઢાંકી દેવાયુ છે. જે રીતે ભાજપના એક પૂર્વ મુખ્ય પ્રધાનની પૂત્રી માટે ગીરમાં કરવામાં આવ્યું એવું અહીં કરવામાં આવ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે કે અભયારણ્યનો ઈકો સેન્સેટિવ ઝોન જાહેર થયો હોય તો તેમાં કોઈ પણ જાતનું બાંધકામ કરવું જ નહીં. જો ન થયો હોય તો અભયારણ્ય ફરતે ઓછામાં ઓછા દસ કિમી વિસ્તારમાં તેમાં કશું પણ પર્યાવરણ વિભાગની મંજૂરી વિના થઈ ન થઈ શકે. અને તેથી જ સરકારે પોતાના નકશો ખોટી રીતે બનાવ્યો છે અને તેમાં પ્રજાની છેતરપીંડી કરી છે. અગાઉની સરકારમાં આ કારણે પર્યાવરણ વિભાગની મંજૂર અટકતી હોવાથી પોતાની સરકાર દરમિયાન ગુજરાત સરકારે પશ્ચિમ સરહદે આવેલા કાળિયાર નેશનલ પાર્કનો હિસ્સો બતાવ્યો જ નહીં. ગંભીર બાબત તો  એ છે કે ત્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તેમણે પણ આ અંગે ગુજરાતની ભાજપ સરકાર પાસે કોઈ ખુલાશો પણ પૂછવાની દરકાર કરી નહીં. આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ધોલેરામાં આ રીતે એક બીજાનું ગઠબંધન જાળવી રહ્યાં હોવાનું આ કિસ્સો કહી જાય છે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્નેના નેતાઓ હળી મળીને સાથે જ જમીનોમાં રસ ધરાવતાં હોય એવું આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp