ઓખામાં નેધરલેન્ડ LPG ટર્મિનલ પ્રોજેક્ટ સ્થાપશે

PC: appologroup.wordpress.com

સૌરાષ્ટ્રના ઓખામાં નેધરલેન્ડની કંપની LPG ટર્મિનલ સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જે બિડ મંગાવવામાં આવી હતી તેમાં નેધરલેન્ડની કંપનીને આ કામ મળ્યું છે.

નેધરલેન્ડની કંપની એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઇન્ડિયા) લિમિટેડ (EIL)ને આ પ્રોજેક્ટ ફાળવાયો છે. કંપની ત્રણ વર્ષમાં 700 કરોડનું LPG ટર્મિનલ સ્થાપશે. EIL ઓખામાં સ્થપાનારા આ પ્લાન્ટ દ્વારા ઉત્તર ભારતને આઠ લાખ ટન LPGનો જથ્થો પૂરો પાડશે.

GMBનાં સૂત્રોના જણાવ્યા અનુસાર GMB પાસે આવેલી બિડના મૂલ્યાંકન બાદ આ પ્રોજેક્ટ ફાળવાયો છે. કંપની 15 વર્ષ સુધી આ પ્રોજેક્ટ દ્વારા દેશની LPG જરૂરિયાત પૂરી પાડવાનું લાઇસન્સ મેળવશે. આ પ્રોજેક્ટને લગતી તમામ જવાબદારીઓ - આયાત, સ્ટોરેજ, સેલ્સ, માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને LPG બોટલિંગ - પૂરી પાડવા EILની રચના કરવામાં આવી છે.

EILને આ પ્રોજેક્ટ બીઓટી (બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) આધાર પર ફાળવવામાં આવ્યો છે, જે LPGની અછત ધરાવતા ઉત્તર ભારતના બજાર માટે 8 લાખ ટન પ્રતિ વર્ષનો જથ્થો પહોંચાડશે.

EIL પ્રથમ તબક્કામાં જે ફેસિલિટી સ્થાપશે, તેમાં ફ્લોટિંગ સ્ટોરેજ અને ઓફ લોડિંગ, સિંગલ પોઇન્ટ મુરિંગ (SPM), પાઇપલાઇન એન્ડ મેનીફોલ્ડ (PLEM), PELEMને જોડતી સબ સી પાઇપલાઇન, ટ્રક લોડિંગનો સમાવેશ થાય છે. કંપની આ પછીના તબક્કામાં ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે પાઇપલાઇન બિછાવાશે જે ગુજરાતથી ઉત્તર ભારતને જોડશે. EIL ઉત્તર ભારત અને નોર્થ ઈસ્ટમાં વર્ષ 2002થી મેક્સગેસ EIL બ્રાન્ડ નેમથી LPG સપ્લાય કરે છે, જે ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને બલ્ક સપ્લાય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp