ડૂંગળીમાં 20 હજાર ખેડૂતો રડે છે, વેપારીની લૂંટ

PC: thehindu.com

ડૂંગળીના ભાવો ગ્રાહકોને રડાવી રહ્યાં છે. પણ એ જ ડૂંગળી ખેડૂતોને પણ રડાવી રહી છે. ગયા વર્ષે શિયાળામાં પેદા થયેલી ડૂંગળીના ભાવ સાવ નીચે જતાં રહ્યાં હતા. ખેડૂતોએ રસ્તા પર ડૂંગળી નાંખવાની શરૂઆત ભાવનગર, અમરેલી અને જામનગરમાં કરી હતી. ત્યારે ખેડૂતોને સરકારે એવું આશ્વાસન આપેલું હતું કે ખેડૂતોની ડૂંગળીના ઓછા ભાવ આવેલાં છે તે સરકાર સરભર કરી આપવા વળતર આપશે.

20 હજાર ખેડૂતોએ ભાવ ફેર આપવા માટે અરજી કરી હતી. જેમાંની મોટાભાગની અરજી આજે માર્કેટીંગ યાર્ડોમાં પડી રહી છે. તેમાં સૌથી વધારે ભાવનગરમાં 12,000 ખેડૂતોની અરજી જેમની તેમ બંડલોમાં પડી રહી છે. ભાજપ સરકાર ખેડૂતોને કોઈ સહાય આપવા માંગતી નથી એવો આરોપ ખેડૂતો મૂકી રહ્યા છે. જ્યારે એ જ માલનો ભાવ અત્યારે વેપારીઓ 10 ગણો વસુલી રહ્યાં છે. ખેડૂતો પાસેથી આ ડૂંગળી સસ્તામાં લઈ લીઘી હતી. એક કિલોએ રૂ.2થી 8 સુધીના ભાવે લીધી હતી. પણ આજે તે ડૂંગળી રૂ.50ના ભાવે વેચાઈ રહી છે. આમ ગ્રાહક વધું ભાવથી આંશુસારી રહ્યાં છે અને ખેડૂતો ઓછા ભાવથી આંશુ સારી રહ્યાં છે.

ખેડૂતોએ ખોટનો ધંધો કર્યો હતો જે માટે સરકારે કહ્યું હતું કે જે કેડૂતોએ માર્કેટીંગ યાર્ડ કે એપીએમસીમાં વેચેલો હશે તેમને સહાય આપશે. પણ હજુ સુધી 20 હજાર ખેડૂતોને કોઈ સહાય મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp