CMને મળવા ગયેલા નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી બાબતે કહ્યુ- મને ઓફર....

PC: digitaloceanspaces.com

પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો પર થયેલા કેસને પરત લેવામાં આવે અને શહીદ યુવકોના પરિવારના સરકારી નોકરી આપવામાં આવે તે માગ PAAS સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારની સામે કરવામાં આવી રહી છે. ત્યારે આજે PAASના આગેવાનોની સાથે પાટીદાર સમાજની બે માતૃ સંસ્થાના આગેવાનો પણ આ બાબતે રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. આ બાબતે ગાંધીનગરમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે મુખ્ય પ્રશ્ન બે છે. પોલીસ કેસ બાબતે સરકારે વિશ્વાસ આપ્યો છે કે, આ કેસ પાછા ખેંચવામાં આવશે અને બીજો પ્રશ્ન એ છે કે, આંદોલન સમયે શહીદ થયેલા પરિવારના સભ્યો માટે આપણે શું-શું કરી શકીએ. સમય ખૂબ થઇ ગયો છે. મને નવી સરકાર પર આશા છે કે, આ જેટલા પણ મુદ્દાઓ છે તે બધા પૂર્ણ થશે. મેં અગાઉની સરકારમાં ચાર વખત રજૂઆત કરી છે. આ સરકારમાં સી.આર. પાટીલને રાજકોટમાં રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને પહેલીવાર મળ્યો ત્યારે પણ રજૂઆત કરી હતી અને હવે બીજી વખત રજૂઆત કરવા આવ્યા છીએ. મને એવું લાગે છે કે ક્યાંક એડમિનિસ્ટ્રેટીવના કારણે લેટ થશે. બાકી નવી સરકારનો મને જે ભરોષો મળ્યો છે તેનાથી એવું લાગે છે કે બધા કામો પૂરા થશે.

આ મુદ્દો એકદમ અલગ છે અને મુખ્યમંત્રી પાસે આ એક જ આંદોલન બાબતેની રજૂઆત છે. લગભગ 140 જેટલા કેસો છે. પહેલી સરકારમાં પણ ચાર વખત રજૂઆત કરી અને આ સરકારમાં પણ બીજી વાર રજૂઆત કરવા આવ્યા છીએ. મને ભરોષો છે કે, આજની બેઠક સફળદાયક રહેશે. મારે તો ભલામણ જ કરવાની છે કે, આ કેસ પરત ખેંચાયા. આ કેસમાં ઘણી બધી કલમો છે આ બધી કલમોમાંથી યુવાનો મુક્ત થાય તેવી રજૂઆત કરવાની છે. અમારા તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સરકાર હકારાત્મક છે અને તે મુદ્દા પૂરા કરશે. જે મુદ્દો છે તેમાં પહેલા કેસ પરત ખેંચવાની વાત છે પછી આગળની કાર્યવાહી આગળ થશે. આજે સમય માગવામાં આવશે. હું એવું માનું છું કે જે પ્રકારના કેસ છે તેમાં ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના સરકારને આપવા પડે.

મીડિયાએ જ્યારે ભરતસિંહ સોલંકીએ આપેલા આમંત્રણ બાબતે નરેશ પટેલે સવાલ કર્યો ત્યારે તેમને જણાવ્યું હતું કે, મને કોઈ ઓફર કોઈના દ્વારા આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp