કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફાયરિંગથી વિવાદમાં, જાણો શું કહ્યું વસોયાએ

PC: sandesh.com

કોંગ્રેસના જાણીતા નેતાનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ધોરાજી વિસ્તારના ઉપલેટા ગામના લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા આ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી છે. આ વીડિયો કોંગ્રેસના એક કાર્યકરે ફેસબુક પર અપલોજ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પોસ્ટ સાથે દિનેશ પટેલે લખ્યું હતું કે, હંમેશા નિશ્ચિત નિશાનને પાર પાડતા ધારાસભ્ય લલિત વસોયા.

ફેસબુક પરથી બીજા સોશિયલ મીડિયામાં આ વીડિયો ફટાફટ વાઈરલ થયો હતો. જોકે, એમની જ પ્રશંસા કરતો વીડિયો ભારે પડતા કોંગ્રેસ નેતા અટવાયા હતા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી હતી કે તેમને સ્પષ્ટતા કરવી પડી હતી. આ મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું હતું કે, હું રિવોલ્વરનું લાયસન્સ લેવા માટે પ્રેક્ટિસ કરતો હતો. જેમાં હથિયાર માટેના ફોર્મ સાથે વીડિયો અને ફોટો આપવાના હોય છે. આ વીડિયો ભૂલથી વાઈરલ થયો છે. આ વીડિયોને ડીલીટ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જોકે, આ પહેલા અબડાસાના કોંગ્રેસ ધારાસભ્યના પુત્રનો ફાયરિંગ વીડિયો પણ વાઈરલ થયો હતો. જોકે, એમના હાથમાં રહેલી એરગન છે કે પિસ્તોલ એ હજુ સ્પષ્ટ થયું નથી. તેઓ કોના પર નિશાનો તાકી રહ્યા છે એ પણ એક પ્રશ્ન છે.

લલિત વસોયાએ આ વીડિયોને લઈને ચોખવટ કરી છે કે, તેઓ ઘનશ્યામ મહારાજના આશ્રમમાં હથિયાર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મારી સાથે રહેલા એક મારા મિત્રએ આ વીડિયો ફેસબુક પર મુક્યો હશે. આ હથિયારની પ્રેક્ટિસ માટેનો વીડિયો છે. આ કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટેનો પબ્લિસિટી સ્ટંટ નથી. હથિયાર માટેના લાઇસન્સમાં ફોટા જોડવાના હોય છે. આ વીડિયો ફેસબુક પરથી ડીલીટ કરવા સૂચના પણ અપાઈ ચુકી છે. એક પુરાવા તરીકે રજૂ કરવા પડે છે કે, મને હથિયાર ચલાવતા આવડે છે. હું નિશાન સાધી શકું છું. પછી જ આ લાઇસન્સ મળે. યુવાનોએ હથિયારથી દૂર રહેવું જોઈએ. જેની પાસે હથિયાર છે એને ચલાવવા ન જોઈએ. આ મારો સંદેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp