પહેલીવારઃ 585 ટીમ રાજકીય ઉશ્કેરણી ફેલાવતા વીડિયો પર ધ્યાન રાખશે

PC: khabarchhe.com

ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વિડિયો સર્વેલન્સ ટીમ, 207 વિડિયો વ્યુઈંગ મળીને 585 ટૂકડીઓ બનાવી દેવામાં આવી છે અને તે સોશિયલ મિડિયા તથા ચૂંટણી પ્રચારની વિડિઓ મંગાવીને બારીકાઈથી જોશે. તેમાં વાંધાજનક જણાશે તો પગલાં ભરવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત વિડિયો ટીમ બનાવવામાં આવી છે.

26 હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ સરવે ટૂકડીઓ રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે. રાજયના 11 એરપોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા એર ઈન્ટેલિજન્સ યુનિટ કામ કરે છે. ઉમેદવાર અને પક્ષ માટે રેલી, સભા વગેરે માટેની મંજૂરી માટે સિંગલ વિન્‍ડો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. 5500 મતદાન મથકો પરથી લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. રાજ્યભરમાંથી 60,643 બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, સરકારી અને ખાનગી મકાનોની દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને દૂર કરવામાં આવ્યા છે. 33 જિલ્લાઓમાં 24 કલાક નિયંત્રણ કક્ષ મફત ફોન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, C-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદો તાત્કાલિક ધોરણે દૂર કરવા જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની ચાર ફરિયાદો પ્રાપ્ત થઈ છે. ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે.

ઉમેદવારે સોગંદનામામાં ઉમેદવારે પોતે, પતિ/પત્ની, આશ્રિતો તમામના આવકવેરાના કાયમી ખાતા નંબર, છેલ્લા પાંચ નાણાકિય વર્ષની આવક વગેરે વિગતો દર્શાવવાની રહેશે.આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આશરે રૂ.67.85 લાખનો 21,885 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp