દિલ્હી નિઝામુદ્દીનથી પરત આવેલા 43 કોરેન્ટાઇન કરાયા, 10 મળતા નથી

PC: punjabkesari.in

દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના તબલિગ જમાતના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા પૈકી મોટાભાગના લોકોમાં કોરોના પોઝિટિવ હોવાનો ડર છે. ત્યારે આ કાર્યક્રમમાંથી સુરતમાંથી લોકો હાજરી આપવા માટે ગયેલા હોવાનું બહાર આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી

તાકીદે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા 72 લોકોની યાદીના આધારે તપાસ કરતા જેમાંથી 12 જણા સુરતની બહારના અને 7 નામ ડબલ હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા 53 જણાની શોધખોળ કરી રાતોરાત 43 જણાને શોધી કાઢી સમરસમાં કોરોન્ટાઈન કર્યા છે, જયારે બાકીના 10 જણાનો હજુ કોઈ પત્તો નહી મળતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસે સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવ્યો છે જેમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. તેવા સમયે દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના તબલિગ જમાતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેલામાંથી મોટી સંખ્યામાં લોકોને કોરોના પોઝિટીવ હોવાનો ડર છે. ત્યારે આ તબલિગના કાર્યક્રમમાં સુરતમાંથી પણ લોકો હાજરી આપવા માટે ગયા હોવાનું બહાર આવતા તંત્ર દોડતું થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં સુરતમાંથી હાજરી આપવા ગયેલા 72નાં નામ સામે આવ્યાં છે.

જેમાંથી 12 જણા સુરતની બહાર છે અને સાત નામો ડબલ હોવાથી બાકી રહેલા 53 જણાની શોધખોળ શરુ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાંથી મોડી રાત્ર સુધીમાં 43 જણાને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આ 43 જણાને સમરસમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે બાકીના 10 જણા હજુ સુધી મળી આવ્યા નથી પાલિકાની ટીમો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાનમાં સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્રભટ્ટનું કહેવું છે કે આ તમામ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. બાકીના તમામ લોકો માત્ર નિઝામુદ્દીન વિસ્તારમાં ફર્યા હતા. એટલે કોઇ મોટો ડર રાખવાની જરૂર નથી. તંત્ર જરૂરી પગલા લઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp