સુરતમાં અમદાવાદ, મુંબઈ, સિક્કિમની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 14ના રિપોર્ટ નેગેટિવ

PC: fox8.com

વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ નવ જણાને આજે નવી સિવિલ સહિત અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા પૈકી વધુ 14 જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે આ સાથે ગત 1લી જાન્યુઆરીથી 1લી એપ્રિલ દરમિયાન અત્યાર સુધીમાં સુરતમાં શંકાસ્પદ-120, પોઝિટિવ-9, નેગેટિવ-105 અને 6 રિપોર્ટ પેન્ડિંગ છે. જયારે એક મોત નિપજ્યું છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે વધુ નવ જણા શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગોરાટ રોડના 81 વર્ષના વૃદ્ધને લાઈફ લાઈન હોસ્પિટલ, લીંબાયતના 44 વર્ષની મહિલાને નવી સિવિલ હોસ્પિટલ, નવાગામના 77 વર્ષની વૃદ્ધાને નવી સિવિલ હોસ્પિટલ, પાંડેસરાના 40 વર્ષના .યુવકને નવી સિવિલ હોસ્પિટલ, ઝાપાબજારના 68 વર્ષના આધેડને નવી સિવિલ હોસ્પિટલ, બમરોલી રોડના 22 વર્ષના યુવકને નવી સિવિલ હોસ્પિટલ, સુમુલ ડેરી રોડના 70 વર્ષની વૃદ્ધાને થ્રી સ્ટ્રાર હોસ્પિટલ, ઉનના અઢી વર્ષના બાળકને સ્મીમેર અને નવસારી બજારના 38 વર્ષના યુવકને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp