ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો: ગણપત વસાવા

PC: facebook.com

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. આતંકીઓએ સુરક્ષાદળોના કાફલાને નિશાનો બનાવીને મોટો હુમલો કર્યો છે. હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા છે, જ્યારે ઘણા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જે આતંકીએ આ હુમલાને અંજામ આપ્યો તેનું નામ આદિલ એહમદ ડાર છે. તે પુલવામા જિલ્લાના કાકપોરાનો વતની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આદિલ ગત વર્ષે ફેબ્રુઆરીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકિર મૂસાના ગજવત ઉલ હિંદમાં સામેલ થયો હતો અને થોડાં મહિના પહેલા જ તે જૈશમાં સામેલ થયો હતો.

દેશ જ્યાં 40 જવાનોના શહીદ થવા પર આંસુ વહાવી રહ્યો છે અને લોકો આ ઘટનાનો વિરોધ કરતા રસ્તા પર ઉતારી આવ્યા છે, તો કેટલીક જગ્યાઓ પર સ્થાનિકોએ રેલ રોકો આંદોલન પણ શરૂ કર્યું. ત્યારે સુરતના માંગરોળના બાણભા ડુંગરના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે વન મંત્રી ગણપત વસવાએ નિવેદન આપ્યું હતુ કે, અમને લોકસભાની ચૂંટણી બે મહિના મોડી આપશો તો ચાલશે. પરતું પાકિસ્તાનને જે સબક શીખવાડવાની જે વાત છે, તેના માટે હું એટલું ચોક્કસ કહીશ કે, અત્યારે 'ચુનાવ રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો', ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે, ઇન્ડિયામાં લોકસભાના ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં મોટી શોકસભા થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp