જાણો મતદાન બાદ કોંગ્રેસની આ ઉમેદવારે શું કહ્યું

PC: facebook.com/shweta.brahmbhatt.5

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને ગુજરાત આવેલી અને મણીનગર બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા શ્વેતા બ્રહ્મભટ્ટે વોટિંગ કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, મને મતદારોનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, તેનાથી હું ખૂબ ખુશ છું. લોકો સામેથી મારી પાસે આવે છે અને મારી પાસે આવીને વાત કરે છે, તે મને ખૂબ સારું લાગે છે.

મણીનગર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે, તેવામાં તમારા માટે કયા કપરા ચઢાણ છે, તે સવાલના જવાબમાં શ્વેતાએ કહ્યું હતું કે, કપરા ચઢાણ ત્યારે હોત, જ્યારે અહિયા વિકાસ હોત. અહિયા એ કપરા ચઢાણ છે જ નહીં, કારણ કે અહિયા કઈ કામો થયા જ નથી. અહિયાના સીટિંગ MLAને કોઈ ઓળખતું નથી. એટલે મારે માટે આ ખૂબ જ સરળ વસ્તુ છે. અહિયા હું પ્રજાની વચ્ચે જઈને ઉભી છું, લોકોનો સાથ મળ્યો છે.

પોતાના આત્મવિશ્વાસ અંગે શ્વેતાએ કહ્યું હતું કે, આપણે જ્યારે કોઈ ધ્યેય રાખ્યો હોય, ત્યારે હાર-જીત વિશે ન વિચારાય. આપણી પૂરી લગન, મહેનત એક જ ડિરેક્શનમાં હોય ત્યારે તમને કોઈ રોકી શકતું નથી. મારો ઉદ્દેશ એ છે કે હું મેક્સિમમ લોકો સુધી પહોંચી શકું. મારી પાસે તક છે કામ કરવાની અને હું એ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp