સુરત જિલ્લામાં આ તારીખથી HSRP નંબર પ્લેટ ફીટિંગ માટે ખાસ કેમ્પો યોજાશે

PC: youtube.com

RTO,સુરત તેમજ એ. RTO, બારડોલી દ્વારા સુરત જિલ્લામાં રહેતા વાહનધારકોની સરળતા માટે તાલુકા કક્ષાએ વિવિધ વિસ્તારોમાં આગામી તા.9મી થી 30 નવેમ્બર દરમિયાન HSRP નંબર પ્લેટ ફીટીંગ માટેના ખાસ કેમ્પનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10.00 થી સાંજે 7-00 વાગ્યા સુધીમાં નંબર પ્લેટ ફિટ કરી શકાશે.

તા.9મી નવે.ના રોજ કામરેજ તાલુકાના કઠોર તેમજ મહુવા તાલુકા મથકે, તા.10મીએ ઉમરપાડા તાલુકાના વડપાડા ખાતે, તા.12મીએ ઉમરપાડા તાલુકાના હલધરુ ખાતે, તા.15મીએ માંગરોળ તાલુકાના કોઠવા ખાતે, તા.16મીએ ઓલપાડમાં સર્કિટ હાઉસ ખાતે, તા.17મીએ મહુવાના કરચેલીયા ખાતે, તા.21મીએ પલસાણાના મલેકપોર ખાતે, તા.23મીએ ઉમરપાડા તાલુકાના બરડીપાડા ખાતે, તા.24મીએ ઓલપાડના સાયણ ખાતે, તા.25મીએ ચોર્યાસીના મોરા ખાતે, તા.26મીએ કામરેજના સીમાડા નાકા ખાતે, તા.27મીએ માંડવીના ગામ તળાવ ખાતે, તા.29મીએ માંગરોળના કીમ આમલી ખાતે અને તા.30મીએ પલસાણા તાલુકાના ડામ્ભા અને ઉમરપાડાના ચીમી પાતળ ગામે કેમ્પ યોજાશે.

ગ્રામ્ય વિસ્તારના વાહનધારકો ઘરઆંગણે HSRP નંબર પ્લેટ ફીટીંગ કરાવવાની તક છે. જેનો બહોળો લાભ લેવા સુરત જિલ્લાના વાહનધારકોને ઈ.ચા.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp