પતિને છરીના 32 ઘા માર્યા 10 વર્ષની સજા બાદ પત્નીને કોર્ટે નિર્દોષ છોડી

PC: thestatesman.com

ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. કચ્છમાં પતિની હત્યાના કેસ સુનાવણી કરવામાં આવી હતી. પતિની હત્યા કરી હોવાની કબુલાત મહિલાએ કરી લીધી હતી. આ મામલે થયેલી ફરિયાદના આધારે આજીવન જેલની સજા થઈ હતી. પણ પત્ની સામેના આરોપો અંગે ગુજરાત હાઈકોર્ટે ચોક્કસ પુરાવાના અભાવે પત્નીની તરફેણમાં ચૂકાદો આપી દીધો છે. છેલ્લા એક દાયકાથી આ કેસમાં સજા કાપી રહેલી મહિલા હવે જેલમાંથી મુક્ત થશે.

વર્ષ 2011માં કચ્છ જિલ્લાના ભૂજમાં પત્નીએ ઘર કંકાસથી કંટાળીને પોતાના પતિને છરીના 32 ઘા મારી દીધા હતા. જે અંગે મૃતકની પત્ની સામે ફરિયાદ થઈ હતી. ભૂજ સેશન્સ કોર્ટે પત્ની પાસેથી મળેલી છરી તથા કપડાં પરના ડાઘને ધ્યાને લઈને સુનાવણી કરી હતી. પોલીસ તરફથી પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મહિલાએ પતિની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સ્ટેશનમાં કરી લીધી છે. જેના આધારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સેશન્સ કોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો.

જોકે, હાઈકોર્ટે આ અંગે કેસમાં પુરાવાઓની કડી ન હોવાનું નોંધી લીધું હતું. આ બાબતે પત્નીનો કેસ લડી રહેલા વકીલ દીપીકા બાજપાઈએ કહ્યું કે, પત્ની સામે લાગેલા આરોપ સાબિત કરવા માટેની કોઈ કડી મળી ન હતી. જેને લઈને એક દાયકાની સજા કાપી લીધા બાદ 50 વર્ષની મહિલાને નિર્દોષ મુક્ત કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર કેસની ચર્ચા કચ્છમાં થઈ રહી છે. મહિલાએ પતિને છરીના 32 ઘા મારીને મોતને ઘાટ ઊતારી દીઘા હોવાનો આરોપ હતો.

બીજી તરફ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર હિના હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. સચીન પત્નીને છૂટાછેડા આપીને હિનાને લગ્ન કરી કેનેડા લઈ જવાનો વાયદો કર્યો હતો. પોતાના પતિના પ્રેમસંબંધ મામલે સચિનની પત્ની વાકેફ હતી. હિનાની ફરિયાદ બાદ ઉપરોક્ત બાબત સામે આવી છે. સચીને પત્નીને છૂટાછેડા પણ આપ્યા ન હતા. ફરિયાદ બાદ બંને પક્ષે સમાધાન થયા બાદ સચીન અને હિના અલગ થયા હતા. દુષ્કર્મની ફરિયાદ અંગે સમાધન થઈ ગયું હતું. સચીને હિનાને વાયદો કર્યો હતો કે, તે પત્ની સાથે છૂટાછેડા લઈને બંને કેનેડા સેટ થઈ જવાના છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp