જૂનાગઢના ખેડૂતનો અનોખો વિરોધ, ભાવ ન મળતા ખેડૂતે ડુંગળી ઘેટા-બકરાને ખવડાવી દીધી

PC: abplive.in

ખેડૂતોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ગુજરાતના ખેડૂતોને રડાવી રહી છે. ખેડૂતોએ મહામહેનતે પકવેલી ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતો બેહાલ બન્યા છે. ખેડૂતોએ ઉગાડેલી ડુંગળી તેઓ માર્કેટમાં વેચવા માટે જાય તો તેના વાવેતરના પૈસા પણ ઊભા થતા નથી. ખેડૂતોએ ડુંગળી પાછળ કટેલા લાખ રૂપિયાના ખર્ચ સામે ડુંગળીની માત્ર 25થી 30 હજાર વળતર મળે છે. જેના કારણે 70થી 75 હજાર રૂપિયાની ખેડૂતને ખોટ ખાવાનો વારો આવે છે. ડુંગળીના ભાવ ઘટવાના કારણે જૂનાગઢના ખેડૂતોએ ડુંગળીનું વેચાણ કરવાના બદલે ડુંગળી ઘેટા-બકરા અને ઊંટને ખવડાવવાનું નક્કી કર્યું.

એક રીપોર્ટ અનુસાર, જુનાગઢ ગામના ઓધમપુર ગામના ખેડૂત અલ્પેશ વઘાસીયાએ પોતાના ખેતરમાં દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીના વેચાણનો સમય આવ્યો ત્યારે બજારમાં કિલોદીઠ ડુંગળીનો ભાવ એક અને બે રૂપિયા મળી રહ્યો છે. જોકે, ડુંગળીના વાવેતરથી લઇને વેચાણનો ખર્ચ અલ્પેશ વઘાસીયાને દોઢ લાખ રૂપિયા થયો છે. દોઢ લાખ રૂપિયાના ખર્ચની સામે અલ્પેશ વઘાસીયાને ડુંગળીનું 30 હાજર રૂપિયા વળતર મળી રહ્યું છે. જેના કારણે નુકસાની કરીને ડુંગળીનો પાક વેચવા કરતા અલ્પેશ વઘાસીયાએ ડુંગળી પશુઓને ખવડાવવાનું નક્કી કર્યું અને ગામમાં રહેલા ઘેટા-બકરા અને ઊંટને પોતાના ખેતરમાં ચરવા માટે ખુલ્લા મુકી દીધા હતા.

અલ્પેશ વઘાસીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં દસ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. આ ડુંગળીના વાવેતર માટે 1,60,000નો ખર્ચ થયો છે અને જ્યારે આ ડુંગળી માર્કેટમાં વેચાણ કરવા માટે અમે જઈએ છીએ ત્યારે અમને 30,000 રૂપિયા પણ મળતા નથી. એટલે ખેડૂતની હાલત દિન-પ્રતિદિન કફોડી થતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp