પ્રવાસમાં પેશાબ રોકી રાખો છો? તો આપના માટે આ ‘ગુજ્જુ’ યુવકે શોધ્યું સમાધાન, જાણો

PC: thealternativedaily.com

આપણે ક્યાંય લાંબા પ્રવાસે અજાણી જગ્યાએ ગયા હોઈએ અને અચાનક પેશાબ લાગે અને તમને ત્યાં નજીક કોઈ સગવડ ના હોય તો શું થાય? આ ઉપરાંત અમુક સ્થળોએ સાર્વજનિક શૈચાલયોના હાલત એટલી ખરાબ હોય છે કે, ઈન્ફેક્શનનો ડર રહે છે. આવા સંજોગોમાં મહિલાઓ મોટે ભાગે પેશાબ કરવા જવાનું ટાળે છે.

આ તમામ સમસ્યાઓનો અમદાવાદના એક સ્ટાર્ટ અપે ગજબનો ઉકેલ શોધી કાઢ્યો છે, જેણે ડિસ્પોઝેબલ યુરિન બેગની શોધ કરી છે. આ બાયોડિગ્રેડેબલ યુરિન બેગમાં સ્પેશ્યલ જેલ વાપરવામાં આવે છે, જે પ્રવાહીને ઘન સ્વરુપમાં ફેરવી નાંખે છે. આ ઉપરાંત તેનાથી યુરિનની સ્મેલ પણ દૂર કરે છે. આ એવી બેગ છે, જેનાથી તમને વારંવાર પેશાબ જવાની સમસ્યામાંથી મહદઅંશે છૂટકારો મેળવી શકશો. આ બેગમાં તમે યુરિન ઢોળાશે? એવા ડર વિના હળવા થઈ શકશો. આ યુરિનને તમે બેગમાં દ સ્ટોર કરી શકશો અને તમારી અનૂકુળતાએ તેનો નિકાલ કરી શકશો.

આ અંગે વાત કરતા વાઈડ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક સિધ્ધાંત તવારાવાલાએ જણાવ્યું કે, હું લાંબા સમયથી ટ્રાવેલ કરુ છું. આ દરમિયાન મે અનેક વખત શૌચાલયની સમસ્યાનો સામનો કર્યો હતો. આથી મેં નક્કી કર્યું કે, મારે આ સમસ્યાને તકમાં ફેરવવી છે. આથી મેં અભ્યાસ દરમિયાન જ તેના અંગે વિચારવાનું શરુ કરી દીધું હતું. આખરે આ પ્રોડક્ટ 3 વર્ષે તૈયાર થઈ છે.

આ પ્રોટોટાઈપ તૈયાર કર્યા બાદ IIMના સેન્ટર ફોર ઈન્નોવેશન ઈન્ક્યુબેશન એન્ડ આંત્રપ્રોન્યોરશીપ (CIIE) દ્વારા માર્કેટ સુધી પહોંચાડવાની મંજૂરી મળે છે. હવેથી આ પ્રોડક્ટ ઈ-કોમર્સ સાઈટ પર પણ ઉપલબ્ધ થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp