હાર્દિક જેવો સાબરમતી જેલની બહાર નીકળ્યો એવો ફરી પોલીસે પકડી લીધો, જુઓ વીડિયો

PC: twitter.com

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ગુજરાત પોલીસે ફરી ધરપકડ કરી લીધી છે. અમદાવાદા સાબરમતી જેલમાંથી ગુરુવારના રોજ હાર્દિક પટેલ બહાર નીકળ્યો એવો તુરંત તેને બહાર ઉભેલી પોલીસે પકડી લીધો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી. આ ધરપકડ તેની આચાર સંહિતાના ઉલ્લંઘના કેસમાં કરવામાં આવી છે. આ પહેલા કોર્ટે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને જામીન આપી દીધા હતા.

હાર્દિક પટેલ એક મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તો બીજી મુશ્કેલીમાં ફસાય જાય છે. પાટીદાર આનામત આંદોલન સમયે રાજદ્રોહના અમદાવાદના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી તેની ધરપડક કરી હતી. ધરપકડ બાદ હાર્દિક પટેલને રાત્રીના સમયે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટની ગણાત્રાના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 24 જાન્યુઆરી સુધી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટની ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાથી સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

આ કેસમાં શરતી જામીન પર બહાર આવતાની સાથે જ હાર્દિક પટેલની જાહેરનામાં ભંગ બદલ થયેલા કેસમાં ધરપકડ થઇ ગઈ છે. આ ગુનો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ સામે નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરિમયાન હાર્દિક પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં એક જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગેલ હાર્દિક પટેલ સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાહેરનામ ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp