કોરોનાના ડરથી હેલ્થ પોલિસી લેનારા વધ્યા, જાણો વર્ષમાં કેટલા નવા વીમા લેવાયા

PC: maxlifeinsurance.com

કોરોના સંક્રમણના સમયમાં હેલ્થ પોલિસી લેનારા પરિવારોની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. લોકોને ખાનગી હોસ્પિટલનો આરોગ્ય ખર્ચ પોસાતો નથી. સામાન્ય રીતે આરોગ્યના મોટા ખર્ચને પહોંચી વળવા માટે પરિવારો આરોગ્ય વીમો લેતા હોય છે પરંતુ કોરોના થવાની સંભાવના વધારે હોવાથી જે પરિવારોએ વીમો ઉતરાવ્યો નથી તેમણે પણ વીમો લીધો છે.

જનરલ ઇન્યોરન્સ કાઉન્સિલના આંકડા પ્રમાણે 2019 – 2020ના જૂન ક્વાર્ટરમાં ગુજરાતમાં કુલ 2,95,416 હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવી હતી, જેના પ્રીમિયમની કિંમત 362.39 કરોડ રૂપિયા હતી, જ્યારે કોરોનાની પહેલી લહેર પછી જૂન 2020 ક્વાર્ટરમાં 82% ના વધારા સાથે 472754 હેલ્થ વીમા પોલિસી ઉતારવામાં આવી હતી, જેની કુલ પ્રીમિયમની રકમ 405.02 કરોડ જોવા મળી છે.

પહેલી લહેર પત્યા પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પહેલી વાર આ ઉછાળો જોવા મળ્યો. સપ્ટેમ્બર 2020માં કુલ પોલીસી માં 130% વધારો થયો જેમાં કુલ વીમા હતા 679214 અને પ્રીમિયમ રકમ હતી રૂપિયા 534.48 કરોડ રૂપિયા હતી જે 56 ટકાનો વધારો દર્શાવે છે. વીમા ક્લેમમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો.

સમગ્ર દેશમાં 31 માર્ચ 2020ના પૂરા થતાં નાણાકીય વર્ષમાં વીમા કંપનીઓ પાસે આખા વર્ષ દરમિયાન કોવિડની સારવાર અર્થે 9.8 લાખ વીમા, એટલે કે રૂપિયા 14,560 કરોડના વીમા કલેઇમ માટે આવ્યા હતા. જેની સામે ફક્ત 44 દિવસોમાં એટલે કે 1 એપ્રિલથી લઈને 14મી મે સુધીના સમયમાં વીમા કંપનીને કુલ 5 લાખ એટલે રૂપિયા 8385 કરોડના વીમા કલેઇમ માટે મળ્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ વીમા ક્લેમ જોવા મળ્યા છે. જો કે તેમાં હજી ગુજરાતના આંકડા બહાર આવ્યા નથી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ મુજબ દેશમાં 7 એપ્રિલ 2021 સુધી કોરોના વાયરસ માટેના વીમાની રકમ 14,738 કરોડ અને કુલ 10.07 લાખ વીમા ક્લેમ આવ્યા હતા, જેની સામે કંપનીઓએ રૂપિયા 7907 કરોડના 8.6 લાખ વીમા મંજૂર કર્યા છે.

જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના આંકડા મુજબ કુલ વીમા ક્લેમના 85% ક્લેમ અત્યાર સુધી વીમા કંપનીઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પણ રકમ જોવા જઈએ તો કુલ મંજુર કરવામાં આવેલી રકમ ફક્ત 53.6% છે. કોરોના મહામારી પહેલા જીવન વીમા સિવાયના ક્ષેત્રોમાં મોટર ઇન્સ્યોરન્સ સેગમેન્ટને સૌથી વધારે પ્રીમિયમ મળતું જે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટને મળે છે.

જૂન 2021માં રૂપિયા 1556.9 કરોડના વધારા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં 46.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ત્રિમાસિક આંકડા પ્રમાણે આવી જ વૃદ્ધિ જૂન 2020 માં પણ જોવા મળી હતી.પોલિસીએક્સ.કોમ પ્રમાણે જૂન 2021માં પૂરા થતા ક્વાર્ટરમાં હેલ્થ ઇન્સ્યોરન્સના સરેરાશ પ્રીમિયમની કિંમત રૂપિયા 25,197 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp