26th January selfie contest

વાયુ વાવાઝોડાને લીધે લગ્નો ખોરવાયા, ભારે પવનથી લગ્ન મંડપો તૂટ્યા

PC: khabarchhe.com

ગુજરાત પરથી વાયુ વાવઝોડાની હાલ પૂરતી ઘાત ટળી હોવાના અહેવાલો વચ્ચે તારાજીના ઘણાં દ્રશ્યો સર્જાયા છે. એક તરફ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ ભીમ અગિયારસના દિવસે રાખવામાં આવેલા ઘણાં શુભપ્રસંગોમાં વિધ્ન પણ પડ્યું છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લગ્ન પ્રસંગો ખોરવાયા હોવાના પણ અહેવાલ છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કેટલાક પરિવારોએ સાદગી સાથે લગ્ન પ્રસંગ નીપટાવી દેવાની પણ તૈયારી બતાવી છે.

ભારે પવનને લીધે ઘણાં લગ્ન મંડપ તૂટી પડ્યા હોવાના પણ્ અહેવાલ સામે આવી રહ્યાં છે. વાયુ વાવાઝોડાને લીધે કેટલાક પરિવારોએ પોતાના ઘરના પ્રસંગોને મુલતવી પણ કરી નાખ્યાં છે. જો કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કેટલાક લગ્ન પ્રસંગોને રાબેતા મુજબ આગળ ધપાવવાનો સાહસી નિર્ણય પણ લેવામાં આવ્યાં છે. દીવમાં ઠેર ઠેર લગ્ન મંડપો તૂટી પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે, તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં લગ્ન પ્રસંગોને રદ પણ કરવામાં આવ્યાં છે. પોરબંદર, કચ્છ અને દ્વારકામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ઘણ્ વિસ્તારોમાં લોકો વાયુ વાવાઝોડાની સામે બાથ ભીડી રહ્યાં છે અને સાથે પોતાના શુભ પ્રસંગોને પાર પાડવાના પ્રયત્ન પણ કરી રહ્યાં છે.

દીવ ઉપરાંત જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને અન્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગો તેમજ અન્ય શુભ પ્રસંગોને સાદગી સાથે નહીંતર મુલતવી રાખવાના નિર્ણયો લેવામાં આવ્યાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp