સત્તામાં આવીશું તો દરેક ગુજરાતી પરિવારને રૂ.30,000 મળશે: રાઘવ ચઢ્ઢા

PC: timesnowhindi.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા અનેક મોટા વચનો આપવામાં આવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાનો લાભ મળશે.

રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, એક તરફ રાજ્યમાં ડબલ એન્જિનની સરકારની મોંઘવારી છે, તો બીજી તરફ CM અરવિંદ કેજરીવાલજી દ્વારા દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાની ભેટ છે. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તો દર મહિને પરિવાર દીઠ ત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થતો જોવા મળે છે.

30,000 રૂપિયાનો લાભ મેળવવા વિશે જણાવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, 1 માર્ચ, 2023થી ગુજરાતમાં દરેક પરિવાર માટે વીજળી મફત હશે. આનાથી તમને મહિને 4,000 રૂપિયાની બચત થશે. બીજી તરફ પરિવારમાં બે બાળકો હશે તો તેઓને વિશ્વકક્ષાની સરકારી શાળાઓમાં શિક્ષણ મળશે. ખાનગી શાળાઓ કરતા સારૂ શિક્ષણ બિલકુલ મફત આપશે, સારું વાતાવરણ આપીશુ. આનાથી લગભગ દરેક પરિવારમાં 10,000 રૂપિયાની બચત થશે.

રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેકને દવા મફતમાં મળશે અને સારવાર અને ઓપરેશન મફતમાં થશે. ગુજરાતનો દરેક પરિવાર મફતમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ પર સાત હજાર રૂપિયાની બચત કરશે. AAP સાંસદે કહ્યું કે, જ્યાં સુધી ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરી નહીં મળે ત્યાં સુધી દર મહિને 3,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની કામગીરી કરીશુ.

તેમણે કહ્યું કે, CM કેજરીવાલ સરકાર ગુજરાતની મહિલાઓને આર્થિક મદદ માટે દરેક મહિલા (18 વર્ષથી વધુ)ને એક હજાર રૂપિયા આપશે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આવા ખર્ચાઓ ઉમેરીને CM કેજરીવાલ સરકાર દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયા આપવાનું કામ કરશે.

રાઘવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ રહેમાન નામના યુઝરે લખ્યું, 'બહુ વધારે થઈ ગયું, ચડ્ડા જી... મને લાગે છે કે AAP આ સમયે શ્રેષ્ઠ રાજકીય પક્ષ છે... પરંતુ મૂંઝવણમાં છે કે આ કેવી રીતે શક્ય છે?' અન્ય એક યુઝરે લખ્યું, 'દરેક પરિવારને દર મહિને 30,000 રૂપિયા પણ ચૂકવવાના છે? પાર્ટી કાર્યાલયના મુખ્ય કાર્યકરને પણ આ વાતની ખબર નથી. બીજાએ લખ્યું કે, હું BJPને સમર્થન આપું છું, તો શું મારા પરિવારને પણ મળશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp