અમદાવાદમાં પહેલા દાદા પછી અઢી વર્ષનો પૌત્ર અને પરિવારના તમામ સભ્યો સંક્રમિત

PC: dainikbhaskar.com

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે નવા કોરોના સ્ટ્રેનમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં તો જન્મ ગણતરીના દિવસોમાં જ નવજાત શિશુઓ કોરોના પોઝિટિવ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઘણાં બાળકો કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે મોટાભાગના બાળકોને તેમના ઘરે જ હોમ આઇસોલેટ કરીને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્મૃતિ મોહંતી તેમના સાસુ-સસરા અને અઢી વર્ષના પુત્ર સાથે રહે છે. પરિવારના સભ્યોએ અઢી વર્ષના રિધાનનો 4 દિવસ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવતા રિધાનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રિધાનને પહેલી એપ્રિલે તાવ આવ્યો હતો. જેના કારણે બાળકને વાયરલ ઈન્ફેક્શન હોવાનું માનીને તેની બે દિવસ સુધી સામાન્ય સારવાર કરવામાં આવી હતી.

રિધાનને તાવ સતત વધી રહ્યો હોવાના કારણે રિધાનને ડોક્ટર પાસે લઇ ગયા હતા. રિધાનની તબિયત ખરાબ થતાં સ્મૃતિ મોહંતીના સાસુને પણ આવવા લાગ્યો હતો. તાવ આવ્યા પછી રિધાન એકદમ ઢીલો થઇ ગયો હતો તેથી ડોક્ટર દ્વારા તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ તાવ રહ્યા બાદ ચોથા દિવસે રિધાનની RT-PCR ટેસ્ટ કરતા અઢી વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાવ આવ્યા બાદ અઢી વર્ષના બાળકનો સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો.

એક એવી પણ માહિતી મળી રહે છે કે પહેલા અઢી વર્ષના રિધાનના દાદા કોરોના પોઝિટિવ થયા હતા ત્યારબાદ રિધાન પોઝિટિવ આવ્યો અને હાલ પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણ થવાથી તમને હોમ આઇસોલેટ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

આ બાબતે સ્મૃતિ મોહંતીએ જણાવ્યું હતું કે, મારા સસરા ઘરની બહાર વસ્તુ લેવા જાય છે. તેથી તેઓ કોઈના સંપર્કમાં આવ્યા હોવાના કારણે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ પરિવારના એક પછી એક તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. હાલ બાળકો કોરોના સંક્રમિત થતાં હોવાના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને કામ વગર ઘરની બહાર કામ વગર જવા દેવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાત બાળકો ઘરની બહાર જાય તો તેમણે ત્રણ લેયરનું માસ્ક પહેરાવવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp