અમદાવાદમાં લોકડાઉન ભંગ બદલ 4ની અટકાયત કરતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

PC: twitter.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. તેથી અમદાવાદને કોરોનાનું એપી સેન્ટર પણ કહેવામાં આવે છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમા વધારો થતા પોલીસ દ્વારા લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકડાઉનનો ભંગ કરીને ખોટી રીતે શહેરના રસ્તા ઉપર ફરવા નીકળતા લોકો સામે પોલીસે અટકાયતી પગલાં ભરી રહી છે. ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

રિપોર્ટ અનુસાર અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ દ્વારા લોકડાઉનનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે લોકડાઉનનો ભંગ કરીને રસ્તા પર ફરી રહેલા લોકોની સામે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. લોકડાઉનના ભંગ બદલ અમદાવાદ પોલીસે ગોમતીપુર વિસ્તારમાંથી ચાર લોકોની અટકાયત કરતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો જેથી લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એ પોલીસકર્મીને ઇજા થઇ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ગોમતીપુર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું પરંતુ ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યા બાદ પથ્થરમારો કરી રહેલા ઈસમોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે લોકોને સુરક્ષિત રાખવા માટે પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કાર્ય કરી રહી છે ત્યારે પોલીસ પર પથ્થરમારાની આ હરકત કેટલા અંશે યોગ્ય કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp