ગુજરાતમાં આ જગ્યાએ CM રૂપાણીના કાર્યક્રમનો મંડપ ઉતારી લેવાયો

PC: dailyhunt.in

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે મોટી સંખ્યામાં જનમત મેળવવા માટે સરકાર તીવ્ર ગતિએ વિકાસના કામોનું લોકાર્પણ કરી રહી છે. ત્યારે 15 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોડાસાની હાઈસ્કૂલમાં જિલ્લાના 48 કરોડના વિકાસના કામનું લોકાર્પણ કરવાના હતા. મુખ્યમંત્રીના આ લોકાર્પણ કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

કામગીરી પુરજોશમાં હોવાના કારણે હાઈસ્કૂલના મેદાનમાં 50થી ડોમ બાંધવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ એકાએક આ મંડપ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. મંડપ ઉતારી લેવાનું કારણ એ જાણવા મળ્યું હતું કે, મોડાસાની હાઈસ્કૂલના મેદાનમાં થનાર કાર્યક્રમનું સ્થળ બદલીને સરકાર એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલની સામે આવેલું મેદાન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલે જિલ્લા કલેકટરે એમ. નાગરાજને જણાવ્યુ હતું કે, 15 ફેબ્રુઆરીના રોજ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થતી હોવાના કારણે કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓને ડીસ્ટર્બ ન થાય અને આ શાળાના મેદાનની જગ્યા નાની હોવાની સંભાવનાના કારણે કાર્યક્રમના સ્થળને બદલવામાં આવ્યું હતું.

વહીવટી તંત્રના અચાનક સ્થળ બદલવાના નિર્ણયને કારણે ઘણા તર્ક વિતર્ક પણ સામે આવી રહ્યા છે. જ્યારે કાર્યક્રમનુ સ્થળ નક્કી કરવામાં આવ્યુ હતું ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવામાં આવી નહીં હોઈ. કારણ કે, 50 ડોમની કામ થયા પછી અધિકારીઓ નિદ્રામાંથી જગ્યા અને તેમણે ખબર પડી કે, આ જગ્યા પર વિદ્યાર્થીઓની પરીક્ષા છે એટલા માટે મંડપ ઉતારાવીને તાત્કાલિક નવા સ્થળની પસંદગી કરીને ત્યાં મંડપ બાંધવાની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp