રાજકોટમાં પ્રેમીને ધંધા માટે પૈસાની જરૂર પડતા પ્રેમિકાએ પોતાના ઘરમાં ચોરી કરી

PC: news18.com

રાજકોટના એક મકાનમાં પરિવારના સભ્યો બહાર ગયા હતા ત્યારે ઘરમાં રહેલા લાખો રૂપિયા ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા. પરિવારના સભ્યો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમણે જાણવા મળ્યું હતું કે, ઘરમાંથી રોકડા 7.34 લાખના મુદ્દામાલની ચોરી થઇ છે. તેથી તેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન આ ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા જણાઈ હતી. તેથી પોલીસે તપાસ કરીને ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ઘર માલિકની દીકરીએ જ પ્રેમી સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં આવેલા રેલ નગરના રામેશ્વર પાર્કમાં ફ્રાન્સિસ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહે છે. ફ્રાન્સિસ પરિવારના સભ્યોની સાથે બહાર ગયા હતા ત્યારે તેમના ઘરમાં અજાણ્યા ઇસમ દ્વારા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ફ્રાન્સિસ તેમના પરિવારના સભ્યોની સાથે ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 7.34 લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

તેથી તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. સ્થાનિક પોલીસની સાથે-સાથે ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘરમાં ચોરી થઇ છે પરંતુ એક પણ લોક કે, કોઈ વસ્તુ તૂટેલી નથી. તેથી પોલીસને શંકા ગઈ હતી કે, ફ્રાન્સિસના મકાનમાં ચોરી થવા પાછળ ઘરના જ કોઈ સભ્યનો હાથ છે. તેથી પોલીસે ઘરના સભ્યોની પૂછપરછ કરતા પોલીસને ફ્રાન્સિસની દીકરી પણ શંકા જણાઈ હતી. તેથી પોલીસે ફ્રાન્સિસની દીકરી રીયાંશીની કડકાઈથી પૂછપરછ કરતા આ ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો હતો.

પોલીસને રીયાંશીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેને પ્રેમી પાર્થી સાથે મળીને ઘરના તમામ લોકની એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ત્યારબાદ ઘરના સભ્યો બહાર ગયા હતા ત્યારે બંનેએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી કરવા પાછળનું કારણ પોલીસને જાણવા મળ્યું હતું કે, રીયાંશીનો પ્રેમી પાર્થી એક પ્લેસમેન્ટ એજન્સી ખોલવા ઈચ્છતો હતો. તેથી તેને પૈસાની જરૂર હતી. પોલીસે આ સમગ્ર મામલે ફ્રાન્સિસની દીકરી અને તેના પ્રેમી પાર્થીની ધરપકડ કરીને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp