જૂનાગઢમાં 8 વર્ષનો બાળક 80 ફૂટ ઉંડા કૂવામાં પડ્યો, રેસ્કયુ કરી બચાવાયો જીવ

PC: india.com

હમણાથી બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહે છે એ પછી વૃદ્ધ હોય કે નાનું બાળક. ત્યારે આજે જુનાગઢમાં આઠ વર્ષનો બાળક કૂવામાં પડી ગયો હતો. જેને રેસ્કયુ કરીને બહાર નીકાળવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 108ની મદદથી બાળકને રેસ્કયુ કરીને બચાવામાં આવ્યો હતો. તેના પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જુનાગઢના ભેસાણના ઇશાનપુર ગામમાં આજે શનિવારે સવારે રમતા રમતના આઠ વર્ષનું બાળક કૂવામાં પડી ગયો હતો. પાણી ભરેલા કૂવામાં બાળક પડવાની જાણ થતાં જ પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને બાળકને રેસ્ક્યુ કરવાની કામગીરી ધરી હતી.

તમને જણાવી દઈએ કે, જુનાગઢના ઈશાપુર ગામમાં રહેતો 8 વર્ષીય બાળકનું નામ કરણ સુરેશભાઈ સુમિતા છે. ઘરની પાસે આવેલા કૂવામાં અચાનક રમતા રમતા પડી ગયો હતો. તેમજ આ કૂવો 80 ફૂટ ઉંડો હતો. કૂવામાં પાણી ભરેલું હતું અને બાળક પડી ગયો હોવાથી આજુબાજુના લોકો અને પરિવારના લોકોએ તેને બચાવાનો પ્રયાસ કર્યો અને 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. તેના બાદ 108ની ટીમ તરત ધટના સ્થળે પહોંચી ગઈ. તેમજ બાળકને દોરડાથી બાંધીને કૂવામાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો. જો કે બાળકની તબિયત થોડી ખરાબ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp