ગુજરાતનું 2019-20નું સામાન્ય અંદાજપત્ર રજૂ નહીં થાય, જાણો કારણ

PC: connectgujarat.com

ભારતમાં લોકસભાની ચૂંટણી આવનારા એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની છે ત્યારે ગુજરાત સરકાર સંપૂર્ણ બજેટ રજૂ નહીં કરે, પરંતુ લેખાનુદાન લેશે. આમ કરવાનું કારણ ચૂંટણીની તૈયારીઓ છે. કેન્દ્રની જેમ ગુજરાત પણ ચૂંટણીની તૈયારીમાં લાગેલું હશે તેથી બજેટ રજૂ થશે નહીં. ગુજરાતનું 2019-20નું સામાન્ય બજેટ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે નહીં. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતનું બજેટ જૂન અથવા જુલાઇ મહિનામાં યોજાશે. રાજ્ય સરકાર ચાર મહિના માટેનું લેખાનુદાન લઇ શકે છે.

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરી મહિનામાં પરંપરાગત રીતે વિધાનસભાનું બજેટ સત્ર મળશે પરંતુ તેમાં નવા વર્ષનું બજેટ રજૂ નહીં થાય, તેના બદલે ચાર મહિના માટે લેખાનુદાન લેવામાં આવશે. એટલે કે સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરાવી લેશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.

ભારતમાં જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બજેટ સત્રનો સમય હોય છે તેથી દર વખતે બજેટની જગ્યાએ લેખાનુદાન લેવામાં આવે છે. ગુજરાતની જેમ કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણ બજેટ રજૂ નહીં કરે, કારણ કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ગુજરાત કરે છે તેવી તૈયારીઓ કેન્દ્ર પણ કરવાનું છે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં આગામી વર્ષે સંપૂર્ણ બજેટ રજૂ નહીં થાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp