ગંગાધરા, બારડોલી અને તરસાડીના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા કિશોર કાનાણી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ ‘મારું ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન અન્વયે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચરોતરીયા સમાજની વાડી સ્થિત કોવિડ કેર સેન્ટર, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ રેફરલ કોવિડ સેન્ટર અને મહુવા તાલુકાના તરસાડીમાં માલીબા કોવિડ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાતતપાસ કરી હતી. આરોગ્ય મંત્રીએ કોવિડ વોર્ડમાં જઈને દર્દીઓની ખબરઅંતર પૂછી ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના વ્યક્ત કરી

તેમણે પલસાણા, બારડોલી અને મહુવા તાલુકાના ગ્રામજનો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના તબીબી સ્ટાફ, સ્વયંસેવકો અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. ત્રણે આઈસોલેશન સેન્ટરોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ દર્દીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી અને દવા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.

આ વેળાએ તેમણે માલીબા કેમ્પસ સ્થિત આઈસોલેશન સેન્ટર ખાતે દર્દીઓ માટે સફરજન, લીંબુ શરબત, છાશનું વિતરણ કર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય મોહન ઢોડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, અગ્રણી દિપક વસાવા, યોગેશ પટેલ, ભરત રાઠોડ, જિગર નાયક, હિતેન્દ્રસિંહ વાંસિયા, ચલથાણ સુગરના ચેરમેન કેતન, જિલ્લા પંચાયત સદસ્યો, આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp