લર્નિગ લાયસન્સ રૂ.150માં રીન્યૂ કરાવી શકાશે, કોઈ ટેસ્ટ નહીં આપવો પડે

PC: abtakmedia.com

રાજ્યની રૂપાણી સરકારે લાખો વાહનચાલકોને રાહત આપતો એક મોટો અને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લર્નિગ લાયસન્સ માત્ર રૂ. 150 ભરીને રીન્યૂ કરાવી શકાશે. અત્યાર સુધી દરેક વાહન ચાલકોને લર્નિંગ લાયસન્સ માટે જો તે એક્સપાયર થાય તો નવેસરથી તમામ પ્રકારની પ્રક્રિયા કરવી પડતી હતી. ફોર્મ પણ નવેસરથી ભરવું પડતું હતું અને ફી પણ ભરવી પડતી હતી.

માત્ર બાઈકનું લર્નિગ લાયસન્સ એક્સપાયર થાય તો નવેસરથી રૂ.950 ભરીને નવું લર્નિગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા બાદ નીકળતું હતું. જ્યારે ટુ વ્હીલર્સ કે ફોર વ્હીલર્સ બંને કઢાવવું હોય તો રૂ.1150 ભરવાના થતા હતા. પણ હવે દરેક વાહનચાલકનું લર્નિગ લાયસન્સ એક્સપાયર થશે તો માત્ર રૂ.150 ભરી રીન્યૂ કરાવી શકાશે. કોઈ વાહનચાલકોને ફરીથી કોમ્પ્યુટર ટેસ્ટ આપવી નહીં પડે. આ ઉપરાંત કોઈ વધારાની ફી પણ ભરવી નહીં પડે. લર્નિંગ લાયસન્સ વખતે ફરજિયાત ભરાવાતી પાકા લાયસન્સની ટેસ્ટ અને સ્માર્ટ કાર્ડ ફી લર્નિંગ લાયસન્સ પૂર્ણ થતા સરકાર તરફથી એક રીતે કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવતી હતી. જે આ નિર્ણયના અમલીકરણ બાદ બંધ થઈ જશે. ટ્રાંસપોર્ટ વિભાગ તરફથી લર્નિંગ લાયસન્સના અને ફીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. છ મહિના બાદ લર્નિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે કોઈ પ્રકારની ટેસ્ટ આપવી જરૂરી નથી. પોતાના જૂના લર્નિંગ લાયસન્સનો સંદર્ભ પરિવહન સોફ્ટવેરમા સાંકડી ડૉક્યુમેન્ટ વેરિફાઈ કરાવીને લર્નિંગ લાયસન્સ પણ મેળવી શકાશે. આ નિર્ણયને કારણે ટેસ્ટ ટ્રેક પર વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાયસન્સના કોમ્પ્યુટર ટેસ્ટની હાલાકીમાંથી મુક્તિ મળી રહેશે.


આ નિર્ણયને કારણે વાહનચાલકોને મોટી રાહત મળી રહેશે ઉપરાંત RTO કચેરીના કાર્યભારમાં પણ થોડો ઘટાડો થશે. જોકે, લોકડાઉનના સમય બાદ મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે. રાજકોટ RTOમાં આઠ સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે સર્કલ દોરવામાં આવ્યા છે. ઓનલાઇન અપોઈમેન્ટ મેળવ્યા સિવાય RTOમાં પ્રોસેસ થતી અરજીઓની વિગતમાં ફીટનેશ રિન્યૂઅલ, વાહનમાં હેતુફેર ,અન્ય રાજ્યના વાહનોની માલિકીમાં ફેરફાર,નોંધણી, રજીસ્ટ્રેશન રદ કરવું, ફાઈનાન્સરને નવી RC બુક ઈસ્યૂ કરવી જેવી સર્વિસનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp