વાયુ વાવાઝોડાથી માછીમારો પર સૌથી મોટી અસર, સરકાર તરફથી મદદ પણ નહીં

PC: khabarchhe.com

વાયુ ચક્રવાતના ભયના ઓછાયા હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજની કમાણી કરીને ખાતાં માછીમારોના પરિવારોને ઘરમાં ચૂલો સળગાવવા પણ ફાંફા પડી રહ્યાં છે.નર્મદા નદી અને સમુદ્રનો સંગમ સ્થળનો વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે ખુબ મહત્વનો છે. જે વિસ્તારમાં માછીમારી ઉપર અનેક પરિવારો નભે છે. વાયુ ત્રાટકવાના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક તમામ વિસ્તારના માછીમારોને કાંઠા ઉપર પરત આવવા સૂચના જાહેર કરી હતી.

1 હજારથી વધુ બોટ કિનારે લંગારી દેવતા માછીમારોને રોજી ઉપર મોટી અસર પડી છે. નર્મદામાં મીઠું પાણી ન હોવાથી સમુદ્ર ઉપર મહત્તમ આધાર રાખતા માછીમારો સરકારી આદેશ બાદ મુશ્કેલીમાં મુકાયા છે. રોજની કમાણી કરી રોજ ખાનારા અનેક પરિવારને ચૂલો સળગાવવા માટે ફાંફા પડી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. માછીમાર સમિતિના અધ્યક્ષ રમેશ માછીએ જણાવ્યું હતું કે 3 દિવસથી માછીમાર સમુદ્રમાં ન જાય તો પૈસાની તકલીફ પડે છે બીજી તરફ સરકારની કોઈ મદદ મળતી નથી. માછીમાર સરકાર તરફ મદદ અથવા ફૂડ પેકેટની આશા લગાવી રહ્યા છે પરંતુ તંત્ર તરફથી કોઇ મદદ મળી રહી નથી.

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ ઘણાં સાગર ખેડુ પરિવારોને તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.આવનારા દિવસોમાં સરકાર તરફથી મદદ ન મળી તો આ સાગરખેડુ પરિવારોને ચિંતા વાયુ વાવાઝોડાની નહીં પરંતુ પેટ ભરવાની વધારે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp