ગુજરાતમાં આ જગ્યાએ સિંહે 70 બકરાનું કર્યું મારણ

PC: girlion.in

ગુજરાતમાં હિંસક પ્રાણીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. ક્યારેક સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ અવાર નવાર ગામમાં ઘૂસી જાય છે અને ગાય-ભેંસ જેવા પશુઓનું મારણ કરે છે અને કેટલીક વાર લોકો પર પણ હુમલાઓ કરે છે. તાજેતરમાં બનેલી ઘટનાની વાત કરવામાં આવે તો સોમનાથના વેરાવળમાં આવેલા ડારી ગામમાં સિંહોએ પ્રદેશ કરી એક બે નહીં પરંતુ 70 જેટલા બકરાઓનું મારણ કર્યું. આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર વાત કરવામ આવે તો ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની આસપાસ ગાઢ જંગલ વિસ્તાર આવેલો છે. જેના કારણે વન્ય પશુઓ ખોરાકનો શોધમાં ગામમાં આવે છે. ત્યારે ડારી ગામમાં કેટલાક સિંહોના જુથે ગામમાં ઘૂસીને એક પશુ પાલકના બકરાઓ પર હુમલો કર્યો હતો અને 70 જેટલા બકરાનું મારણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પશુ પાલકને થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે, આ પશુ પાલકોનો નિર્વાહ અને ગુજારો પશુઓના પર જ નિર્ભર હોય છે.

આવી જ એક બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવા તાલુકાના માલપરા ગામે માનવ ભક્ષી દીપડો એક બાળકને ઉપાડી ગયો અને તેનુ મારણ કરી નાંખ્યુ બાળકની લાશ જંગલ વિભાગના અધિકારીઓને જંગલમાંથી મળી આવી હતી. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા વહેલી સવારે દીપડો નેસડામાંથી મોહિત નામના ત્રણ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બાળકના માતાપિતા દ્બારા આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કરવામાં આવતા, તેમણે જંગલમાં બાળકને શોધવાની તજવીજ શરૂ કરી હતી. આ અધિકારીઓએ જંગલમાંથી બાળકની અડધું શરીર મળી આવ્યું હતું અને અડધું શરીર દીપડો ખાઈ ગયો હતો. ત્યારે માનવ ભક્ષી દીપડાને પકડી પાડવા માટે જંગલ ખાતા દ્વારા પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp