ધ્રાંગધ્રા-માણાવદરમાં આ તારીખે યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી

PC: zeenews.com

ભારતના ચૂંટણી પંચ દ્વારા સંબંધિત ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 64-ધ્રાંગધ્રા તથા 85-માણાવદર વિધાનસભા મતવિભાગની બેઠકો માટે પેટા ચૂંટણી યોજવાનું તા.13/03/2019ના રોજ જાહેર કરેલ છે. આ પેટા ચૂંટણીઓ માટે તા.23/04/2019 (મંગળવાર)ના રોજ મતદાન યોજવાનું નક્કી કરેલ છે, અને તે અન્વયે આ પેટા ચૂંટણીઓ માટેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

કાર્યક્રમ

1

ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ

:

તા. 28/03/2019 (ગુરૂવાર)

2

ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખ

:

તા. 04/04/2019 (ગુરૂવાર)

3

ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ

:

તા. 05/04/2019 (શુક્રવાર)

4

ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ

:

તા. 08/04/2019 (સોમવાર)

5

મતદાનની તારીખ

:

તા. 23/04/2019 (મંગળવાર)

6

મતગણતરીની તારીખ

:

તા. 23/05/2019 (ગુરૂવાર)

7

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ

:

તા. 27/05/2019 (સોમવાર)

ભારતના ચૂંટણી પંચ તરફથી રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા માટેની જાહેરાત થતા ચૂંટણી પંચે નિયત કરેલ આચાર સંહિતા અમલી બને છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી સદર આચારસંહિતાનો અમલ કરવાનો રહે છે.  

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમ અન્‍વયે તા.23/04/2019 ના રોજ વિધાનસભા મતવિભાગની ઉક્ત બે બેઠકોની પેટા ચૂંટણીઓમાં મતદાન અર્થે તમામ મતદાન મથકે EVM & VVPATનો ઉપયોગ કરવામાં આવશે તેમજ મતદાન અર્થે મતદાન મથકે આવનાર મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) મુખ્ય દસ્તાવેજ રહેશે. વૈકલ્પિક દસ્તાવેજો અંગે અલગથી સૂચનાઓ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp