હળવદમાં વરીયાળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

PC: youtube.com

ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. ખેડૂતોના પાકના પુરતા ભાવ ન મળવાના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાતા જાય છે. ત્યારે મોરબીના ખેડૂતોને વરીયાળીના સરખા ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, આજે સવારે હળવદ માર્કેટિંગ યાર્ડ પર ખેડૂતો પોતાની વરીયાળીનું વેચાણ કરવા માટે આવ્યા હતા. માર્કેટ યાર્ડમાં જે વેપારી દ્વારા વરીયાળીની ખરીદી કરવામાં આવતી હતી. તે વેપારી દ્બારા ખેડૂતોને વરીયાળીના સરખા ભાવ આપવામાં આવતા ન હતા. જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા અને માર્કેટ યાર્ડની બહાર નીકળીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો, બેથી ત્રણ કલાકના ચક્કાજામ પછી સ્થાનિકો દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખેડૂતો દ્વાર ચક્કાજામ ખોલવામાં આવ્યો હતો.

ખેડૂતોની માગ છે કે, માર્કેટ યાર્ડમાં જે વેપારી દ્વારા તેમની વરીયાળી ખરીદવામાં આવે છે તે વેપારી દ્વારા તેમને 1,100 રૂપિયાનો ભાવ આપવામાં આવે છે અને ખેડૂતોએ 1,300 રૂપિયાના ભાવની માગણી કરી હતી. જેના કારણે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ સમજાવ્યા બાદ ખેડૂતોએ ચક્કાજામ તો ખોલી નાંખ્યો હતો, પરંતુ માર્કેટ યાર્ડમાં પોતાની વરીયાળીની વેચાણ કયું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp