લ્યો હવે, ગીરના સિંહોની ગર્જના અમદાવાદમાં સંભળાશે

PC: dnaindia.com

ગાંધીનગર- અમદાવાદમાં સિંહોની ગર્જના સંભળાશે. આ સિંહોને ગીરના જંગલમાંથી લાવવામાં આવશે નહીં પરંતુ વિમાનના અવાજની સાથે સિંહોની ગર્જનાનો સમન્વય કરાશે. અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગમન અને પ્રસ્થાન ઝોન વચ્ચે ગીર જેવા જંગલની રચના કરી છે.

વિમાનના પ્રવાસીઓ અને મુલાકાતીઓને અદભૂત દ્રશ્ય એરપોર્ટ પર જોવા મળશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ જંગલમાં એશિયાટીક લાયન, હરણ, ચિત્તા અને પક્ષીઓનું મોડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં ચિત્તલ અને બ્લેકબક પણ છે. ગુજરાતના ગૌરવસમા સિંહો છંટકાવથી પાણી પીવે છે.

ઓથોરિટીના ડિરેકટરે કહ્યું છે કે આ ડિસ્પ્લે ઇન્ટરએક્ટિવ છે. જો મુલાકાતી આ સિંહો પર ઇશારો કરે છે તો સિંહો ગર્જના કરે છે. ગીરના જંગલ જેવું જ કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. આ કન્સેપ્ટ સિંગાપોર એરપોર્ટ પર બટરફ્લાય છે તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સિંગાપોરમાં પતંગિયા વાસ્તવિક છે.

રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ એરપોર્ટ પર ગીર જંગલના ખ્યાલને રજૂ કર્યો હતો જેને એરપોર્ટ ઓથોરિટીએ ચરિતાર્થ કર્યો છે. એરપોર્ટ ઓથોરિટીએ પહેલાં વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂનના રોજ ગીરના સિંહોના આ મ્યુઝિયમને ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે થઇ શક્યું ન હતું તેથી હવે આગામી બે ત્રણ દિવસમાં તેનું ઉદ્દધાટન કરવામાં આવે તેવી સંભાવના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp