જાણો PAASના કન્વીનરોએ સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ કયા મુદ્દે આપ્યું

PC: khabarchhe.com

પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારના 14 યુવાનોના મોત થયા હતા. ત્યારે આ યુવાનોના પરિવારજનોને નોકરી આપવા માટે PAAS દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મૃતક યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની માગ સાથે આંદોલનમાં ઘાયલ થયેલા યુવાનોના પરિવારને સહાયની બાકી રહેતી રકમ આપવામાં અને હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ સહિતના તમામ આંદોલનકારીઓ અને PAAS કન્વીનરો પર સરકારે કરેલા પોલીસ કેસ પરત ખેંચવાની સાથે કોર્ટમાં ચાલતા તમામ કેસોનો ઉકેલ લાવવવાની પણ માગ કરી છે.

આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભાજપને ટાર્ગેટ બનાવીને ભાજપ ન જીતે એટલા માટે કેટલાક કોંગ્રેસના પાગિયાપો ગયા વખતે ભાજપને હરાવવા માટે નીકળ્યા હતા અને નરેન્દ્ર મોદીની સ્પર્ધા કરવા માટે નીકળ્યા હતા.

 

Posted by Dilip Sabva on Monday, 11 February 2019

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે પણ ભાજપ સામે બાયો ચડાવી છે. રેશમા પટેલે પણ ઘણી વાર સરકાર સામે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવકોના પરિવારજનોને નોકરી આપવાની રજૂઆત કરી હતી, પરતું આ રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા રેશમા પટેલે 14 પાટીદાર શહીદના પરિવારજનો સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મૂલાકાત કરી હતી અને તે સમયે તેઓએ પણ  પરિવારજનોને નોકરી આપવાની બાહેધરી આપી હતી. જો કે રેશમા પટેલની માગણી ન પૂરી થતા તેઓ પણ ભાજપ સામે બળવો કરીને ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષના ઉમેદવાર તરીકે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે તેના એંધાણ દેખાઈ રહ્યા છે.

આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહે છે કે, PAASના કન્વીનરોએ સરકારને આપેલા અલ્ટીમેટમના સમય દરમિયાન સરકાર દ્વારા PAASની માંગણી પૂરી કરવામાં આવે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp