સુજલામ સુફલામ નહેર: પાટણમાં કોંગ્રેસના MLA ધરણા પર...

PC: narendramodi.in

શિયાળો મધ્યાહ્ને છે ત્યારે ખેડૂતોને પાણીનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ઊભો થઈ રહ્યો છે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થયો હોવા છતાં બંધોમાંથી પાણી નહીં આપવાની સરકારે આશ્ચર્યજનક નીતિ બનાવી છે. જેનો ભોગ ગ્રામ્ય વિસ્તાર બની રહ્યાં છે. વળી જ્યાં કોંગ્રેસના ધારાસભ્યને લોકોએ ચૂંટ્યા છે ત્યાં તે વિસ્તારની પ્રજાની પીડા સરકાર વધારી રહી છે. પાટણ વિધાનસભા વિસ્તારમાં પણ આવી જ હાલત થતાં આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઉપવાસ પર ઉતરી ગયા છે.

કિરીટ પટેલે માંગણી છે કે સુજલામ સુફલામ નહેરમાં પાણી આપવામાં આવતું હતું તે એકાએક બંધ કરી દેવામાં આવતાં 150 ગામના ખેડૂતો મુશ્કેલીમાં આવી પડ્યા છે. પાટણના બગવાડા વિસ્તારમાં ધરણા ઉપર ધારાસભ્ય બેસી ગયા છે. 700 જેટલાં ખેડૂતો આ ધરણામાં જોડાયા છે. કોંગ્રેસના આ પાંચમા ધારાસભ્ય છે કે જે ખેડૂતોના પ્રશ્ન સાથે આંદોલન કરી રહ્યાં છે. કિરીટ પટેલ ઉપવાસ ઉપર એટલાં માટે ઉતરી ગયા છે કારણ કે સુજલામ નહેરમાં પાણી નહીં આપવામાં આવતાં પાક સુકાવા લાગ્યો છે. તો એક બે દિવસ આવું ચાલશે તો પાક સુકાઈને રાખ બળી જશે. જેના કારણે રાયડા જેવો પાક સાવ નિષ્ફળ રહેશે.

આ અંગે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીએ ધરણા કરવા માટે મંજૂરી માંગી હતી પરંતુ મંજૂરી આપવામાં આવી ન હતી. ઉનાળામાં પણ પાણી આપવાની માંગણી ખેડૂતો કરી રહ્યાં છે. અહીંના ધારાસભ્ય એવું માને છે કે લોકોને પરેશાન કરવા માટે જ આવું કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp