હિસાબમાં ગોટાળા કરી ખોડલધામના ટ્રસ્ટીએ રૂ.48 કરોડની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ

PC: gujaratexclusive.in

રાજકોટના ખોડલધામના ટ્રસ્ટી મગનભાઈ નાગજીભાઈ રામાણી તેમના પરિવારની ત્રણ મહિલા સહિત દસ લોકો સામે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં છેત્તરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. નાગજીભાઈના ભાગીદાર હેમાંગભાઈ ઉદયભાઈ ભટ્ટે આ રૂ.48 કરોડની છેત્તરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જેમા નાગજીભાઈ અને પરિવારના સભ્યોએ ગેલેક્સી હોમ્સ તથા ગેલેક્સી ઈન્ટરસિટી નામના ફ્લેટ તેમજ બંગલાની સ્કિમના હિસાબમાં ગોટાળા કરી આ એક કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દેહગામ રોડ પર આવેલા નંદન બાગમાં રહેતા હેમાંગભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં મગનભાઈ મગનભાઈ નાગજીભાઈ રામાણી, ભરતભાઈ નાગજીભાઈ રામાણી, હરેશભાઈ નાગજીભાઈ રામાણી, નિલેશભાઈ મગનભાઇ રામાણી, ધર્મેશભાઈ મગનભાઈ રામાણી, દિવ્યાબહેન ધર્મેશભાઇ રામાણી, પ્રફુલભાઈ જયંતિભાઇ રામાણી, અનસુયાબહેન હરેશભાઈ રામાણી, નૈનાબહેન પ્રફુલભાઈ રામાણી અને હિનેદસભાઈ.બી. બરવાલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર હેમાંગભાઈ અને મગનભાઈના પરિવારનો સભ્યો પાર્ટનરશીપમાં ઉદય ડેવલપર્સ નામની એક પેઢી ચલાવતા હતા. જેમાં નિકોલ રોડ પર આવેલા ગેલેક્સી હોમ્સ અને ગેલેકસી ઈન્ટરસિટી નામના ફ્લેટ તથા બંગલા અંગે એક સ્કિમ મૂકવામાં આવી હતી. જેમાં આ લોકોએ હિસાબમાં ગોટાળા કરી રૂ.48 કરોડની છેત્તરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નિકોલ પોલીસના પીઆઈ વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, હેમાંગ ભટ્ટ અને મગનભાઈની ભાગીદારી પેઢિ વચ્ચે હિસાબ અંગે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. આ કેસમાં હેમાંગભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી છે. અમે કોર્ટના આદેશ અનુસાર પોલીસ ફરિયાદ નોંધી છે. જ્યારે ઉદય ડેલવપર્સના દીપકભાઈએ જણાવ્યું હતું કે, તેમણે ઉદય ભટ્ટ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. અમારે પણ એમની સાથે હિસાબને લઈને તકરાર થઈ હતી. હિસાબ તે પોતે જ રાખતા હતા. જે દસ્તાવેજ થયા છે એ પણ પાવર ઓફ એટર્નીના આધારે જ થયા છે. છતાં પણ હેમાંગ ભટ્ટે કોર્ટે ખોટા રસ્તે દોરીને ખોટો ઓર્ડર કરાવ્યો છે. આ કેસમાં હાયર ઓથોરિટીમાં આરબીટેશન માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. જોકે, ખોડલધામની ટ્રસ્ટીનું ક્નેકશન હોવાનું ખૂલતા રાજકોટમાં આ અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લીધા છે. આ ઉપરાંત આ કેસ સંબંધીત પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp