આત્મહત્યાઃ કર્મચારીએ મોઢા પર ઑક્સિજન માસ્ક એના પર કોથળી પહેરીને જીવન ટૂંકાવ્યું

PC: assets.thehansindia.com

રાજ્યના મહાનગર વડોદરામાંથી એક વિચિત્ર કહી શકાય એવી આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 24 વર્ષના બેંક કર્મચારીએ વિચિત્ર રીતે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. આ કર્મચારીએ ઑક્સિજનની બોટલ લાવી મોઢે માસ્ક લગાવી તથા મોઢા પર કોથળી પહેરીને આત્મહત્યા કરી લીધી છે. આ કેસ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૂળ હરિયાણા રાજ્યના અને મંકવાસ ભિવાનીના પાડવાન ગામના 24 વર્ષના યુવાન આશિષ અનિલ સંઘવાને આત્મહત્યા કરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં રહેતા હતા. આશિષ છ મહિના પહેલા જ વડોદરા શહેરમાં નોકરી હેતું આવ્યો હતો. SBIબેંકમાં એની જોબ હતી. વડોદરાના મકરપુરા GIDCમાં આવેલી SBI બ્રાંચમાં એની ટ્રેનિંગ ચાલી રહી હતી. તા.11 ઑક્ટોબરના રોજ તે ઑક્સિજનનો સિલિન્ડર લઈ આવ્યો હતો. એ પછી મકાનમાલિક પાસે ઑક્સિજન બોટલ ખોલવા માટે પાના પક્કડ માગ્યા હતા. એ પછી તે મકાનને અંદરથી લોક કરીને સૂઈ ગયો હતો. ગત શુક્રવારથી તે ઓફિસે આવતો ન હતો. તેથી બેંકના કર્મચારીએ મકાન માલિકનો સંપર્ક કરતા હકીકત સામે આવી હતી. મકાન માલિકે આ અંગે પોતાને ત્યાં ભાડે રહેતા યુવકની તપાસ કરી હતી. પણ બારણું અંદરથી બંધ હોવાથી પાછળની બારીમાંથી જોતા આશિષનો મૃતદેહ ફૂલેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો.

થોડા સમય માટે મકાનમાલિક પણ ડરી ગયો હતો. એના મોઢા પર માસ્ક હતું અને પછી કોથળી પહેરી લીધી હતી. એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ત્રણ લાઈનની નોટ મળી આવી હતી. જે આશિષે લખી હતી. જેમાં તેણે એવું લખ્યું હતું કે, હું મારી જાતે સ્યુસાઈડ કરૂ છું આ ઘટના માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. આવી સ્પષ્ટતા બાદ તેણે આ પગલું ભરી લીધું હતું. આ કેસમાં સયાજી હોસ્પિટલના ડૉક્ટર ડૉ. બેલીમે જણાવ્યું કે, ઑક્સિજનને કારણે કોઈ વ્યક્તિનું મોત થાય એ શક્યતા ઓછી છે. ઑક્સિજનની બોટલ પૂરી થઈ ગયા બાદ મોઢા પર કોથળી પહેરેલી હોવાને કારણે શ્વાસ રૂંધાયો હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, તા.10ના રોજ એની UPSCની પરીક્ષા હતી. જે તેણે આપી હતી. તા.11થી તે કોઈના સંપર્કમાં ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp