ડ્રગ્સ પકડવાની પોલીસની સારી કામગીરીને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએઃ હર્ષ સંઘવી

PC: khabarchhe.com

અમદાવાદના એક કાર્યક્રમની અંદર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને પત્રકારના સવાલોના જવાબ આપીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે યુવાધનને નશાની નાગચૂડમાં પડતાં બચાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ડ્રગ્સ પકડવાની ગુજરાત પોલીસની કામગીરી પર દરેક ગુજરાતીઓને ગર્વ થવો જોઈએ. પોલીસની આ સારી કામગીરીને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી, પરંતુ પોલીસે પોતાની મહેનતથી પકડ્યું છે, એવું જણાવીને મંત્રીએ ઉમેર્યું હતું કે સરહદ પર કલાકો સુધી રાહ જોઈને કરોડોનું ડ્રગ્સ પકવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ક્યારેક ભિખારીના વેશમાં તો ક્યારેક દૂધવાળા બનીને પણ ડ્રગ્સના વેપારીઓને પકડ્યા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબના લાખો યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવ્યાં છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે ડ્રગ્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ મને સલાહ આપેલી કે લોકો ‘ઉડતા ગુજરાત’ કહીને ગુજરાતની સવા છ કરોડની જનતાને બદનામ કરશે. આજે એ અનુભવી લોકો સાચા પડ્યા છે, પરંતુ ગુજરાતી વિરોધીઓની વાત કોઈ સાંભળવાનું નથી. ગુજરાતની જનતાને અમારી સરકાર અને પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે. હર્ષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે. પક્ષ અને પ્રજાએ સંઘર્ષ અને સાહસની યાત્રા એક સાથે કરી છે. અને પરસ્પર સાથ અને વિશ્વાસને કારણે જ રાજ્ય આજે ઝડપથી આગળ વધી રહ્યું છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે આજે 20 વર્ષ પહેલાંની સ્થિતિની વાત કરીએ તો યુવાનો મહિનામાં અડધા દિવસ શાળા-કૉલેજે જઈ શકતા નહોતા. 15-20 દિવસ સુધી કરફ્યૂ ચાલતા. આજે ગુજરાત શાંતિ-સલામતી બાબતે પણ દેશમાં નં.1 રાજ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp