ભાઈના અંતિમ સંસ્કાર કરીને PSI તરત જ આવ્યા ફરજ પર CM કર્યા વખાણ

PC: youtube.com

કોરોના વાયરસને લઈને દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને તકેદારીના ભાગરૂપે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકો પોતાનું ઘર છોડીને ખોટી રીતે બહાર ન નીકળે તે માટે પોલીસ ખડેપગે રહીને રસ્તા પર પોતાની ફરજ બજાવી રહી છે. કેટલીક જગ્યા પર તો લોકો પોલીસની સાથે માથાકૂટ કરી રહ્યા છે. જેથી પોલીસને બળપ્રયોગ કરવાનો વારો આવ્યો છે. લોકોને ઘરમાં સુરક્ષિત રહેવાનું કહેતી પોલીસ પોતાના જીવના જોખમે આજે રસ્તા પર પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે ગુજરાતના એક પોલીસકર્મીની કામગીરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી બિરદાવી હતી.

રિપોર્ટ અનુસાર દાહોદમાં PSI તરીકે ફરજ બજાવતા પી.કે. જાદવના મોટાભાઈનું 24 માર્ચ 2020ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું ત્યારે PSI જાદવ પોતાના મોટાભાઈની અંતિમ સંસ્કારવિધિ પૂર્ણ કરીને તાત્કાલિક પોતાની ફરજ માટે દાહોદ આવી ગયા હતા. દુઃખના સમયમાં પણ પોતાની ફરજને જ પ્રાધાન્ય આપીને PSI જાદવ પોતાની ફરજ પર પરત આવતા પોલીસ અધિકારીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમની કામગીરીના વખાણ કર્યા હતા. આ ઉપરાંત PSI જાદવના ફોટા સાથે ટ્વીટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીથી લોકોને સુરક્ષિત રહેવાનું કહીને ઘરમાં રહેવાનું કહેતા પોલીસ કર્મચારીઓ દુઃખના સમયમાં પણ પોતાના ઘરે પરિવારની સાથે હાજર રહી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp