રાજકોટમાં રામાણીનું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

PC: facebook.com/pg/NitinN-Ramani

હાલ આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ રાજકોટ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર-13ના બાગી કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને કોંગ્રેસને ખેસ ઉતારી દીધો છે. હાલ તેમના વિશે એવી વાતો ચાલું થઇ છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપનો ખેસ પહેરી શકે છે. જો કે હાલ તેના વિશે સત્તાવાર સ્પષ્ટતા કરાઇ નથી.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા નીતિન રામાણીના કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં હોવા છતાં ભાજપના નેતાઓ સાથે તેઓ સંપર્કમાં હોવાથી તેમને ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. નીતિન રામાણી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વ્હિપ હોવા છતાં હાજર ન રહેતા અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી.

રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીને ગયા અઠવાડિયે જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે રાજીનામુ આપવા શહેર પ્રમુખે આદેશ આપ્યો હતો. જો રાજીનામુ નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. જો કે સભ્યની બદલે રામાણી હાલ કોંગ્રેસ સાથે જ છેડો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp