રાજકોટ: મેદાન પર ક્રિક્રેટ રમતા વધુ એક યુવાન ઢળી પડ્યો, 40 દિવસમાં 7 મોત

PC: divyabhaskar.co.in

છેલ્લાં કેટલાંક દિવસોથી  મેદાન પર ક્રિક્રેટ રમતા રમતા યુવાનોના મોતની ઘટના ચિંતાજનક હદે વધી રહી છે. રાજકોટમાં મિત્રો સાથે ક્રિક્રેટ રમી રહેલો એક યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત થઇ ગયું છે. છેલ્લાં 40 દિવસમાં  માત્ર રાજકોટમાં જ 7 યુવાનાનો મોત થયા છે.  થોડા દિવસો પહેલાં સુરતમાં પણ એક યુવકનું ક્રિક્રેટ રમતા રમતા મોત થયું હતું.

રાજકોટમાં રવિવારે શાસ્ત્રી મેદાન પર મિત્રો સાથે ક્રિક્રેટ રમવા ગયેલા 45 વર્ષના મયુરભાઇ મકવાણા મેદાન પર અચાનક ઢળી પડ્યા હતા.મયુરભાઇને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થઇ ગયું છે. હાર્ટએટેકને કારણે તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

મયુરભાઇ મકવાણાના મામા શાંતિ પરમારે પોલીસને જણાવ્યુ હતું કે મારો ભાણેજ નિયમિત ક્રિક્રેટ રમવા જતો હતો અને તેને કોઇ વ્યસન નહોતું. રવિવારે રજા હોવાથી ક્રિક્રેટ રમવા ગયો હતો ત્યારે તેને થોડી ગભરામણ થઇ હતી એટલે સ્કુટી પર બેસી ગયો હતો અને અચાનક ઢળી પડયો હતો. મિત્રોએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ મયુરભાઇનો જીવ બચાવી શકાયો નહોતો.

મયુરભાઇ મકવાણા રાજકોટમાં સોની તરીકે કામ કરતા હતા અને તેઓ તેમના પત્ની એકદીકરો અને દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે.

ક્રિક્રેટ પર રમતા રમતા મોતની ઘટનાને ખરેખર ગંભીરતાથી લેવા જેવી છે, કારણકે હમણાં હમણાં આવા કિસ્સા વધી રહ્યા છે. મયુરભાઇની તો ઉંમર 45 વર્ષની હતી, પરંતુ આ પહેલાં તો 222થી 30 વર્ષની વયના યુવાનો પણ હાર્ટએટેકને કારણે મોતને ભેટી રહ્યા છે.

JIGNESH CHAUHAN

રાજકોટમાં હજુ એક મહિના પહેલાની જ ઘટના છે. 31 વર્ષના યુવાન જિગ્નેશ ચૌહાણ રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્માન્ટમાં રમી રહ્યા હતા ત્યારે તેમનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું હતું. જિગ્નેશે 30 રન માર્યા હતા અને પછી આઉટ થયા બાદ અચાનક દુખાવો ઉપડ્યો હતો અને તેમનું મોત થયું હતું.  રાજકોટાંછેલ્લાં 40 દિવસમાં 7 યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા છે.

આવી જ એક ઘટના એક મહિના પહેલા ડીસામાં બની હતી. બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલો ભરત બારૈયા નામનો યુવાન ક્રિક્રેટ રમી રહ્યો હતો અને પછી બહેનના ઘરે જતો હતો ત્યાં રસ્તામાં જ તેનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp