સુરેન્દ્રનગરમાં સર્જાયા ફિલ્મો દૃશ્યો, લૂંટારૂઓ અને પોલીસની કાર વચ્ચે થઈ ટક્કર

PC: youtube.com

તમે ઘણીવાર ફિલ્મમાં પોલીસ જ્યારે ચોરને પકડવા માટે જાય છે ત્યારે બંનેની કારની વચ્ચે થતી ટક્કરો તો જોઈ જ હશે અને તેમાં કેટલીકવાર કારના પલટી મારવાના દૃશ્યો પણ જોયા જ હશે અને આ પ્રકારના દૃશ્યો સુરેન્દ્રનગરના લીમડી રોડ પર બનવા પામ્યા છે. જ્યાં લૂંટારૂઓનો પીછો કરતી પોલીસની કારને લૂંટારૂની કારે ટક્કર મારતા પોલીસની કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને આ તકનો લાભ લઇને લૂંટારૂઓ ભગવામાં સફળ રહ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, સુરેન્દ્રનગર પોલીસને ચાલુ ગાડીમાં લોકો પાસે રહેલા કિંમતી સમાનની લૂંટ કરતા ઇસમોની બાતમી મળી હતી અને આ લૂંટારૂઓની કાર જે જગ્યા પરથી પસાર થવાની હતી, તે સસ્તા પર પોલીસે વોચ ગોઠવી હતી. જે સમયે બાતમીવાળી લૂંટારૂની કાર શિયાણી ગામે પાસેથી પસાર થઇ ત્યારે લૂંટારૂઓને પકડવા માટે પોલીસ દ્વારા તેમની કારનો પીછો કરવામાં આવ્યો હતો.

આ વાતની જાણ લૂંટારૂઓને થતા તેમણે પોતાની કારને થોડી ભગાવી અને ત્યારબાદ તેનણે પોતાની કાર વડે પીછો કરી રહેલી પોલીસની કારને ટક્કર મારી હતી. લૂંટારૂની કારની ટક્કર લાગતા પોલીસની કારનું બેલેન્સ ખોરવાયું અને કાર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. પોલીસની કાર ખાડામાં પડતા લૂંટારૂઓ પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઘટનાને પગલે આસપાસના ગામના લોકો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp