26th January selfie contest

લોકસભાની ચૂંટણી લડવા બાબતે રીવાબા અને સાંસદ પૂનમ માડમે જાણો શું કહ્યું

PC: newsroompost.com

ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારની પસંદગી માટે લોકસભાની બેઠક દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ નિરીક્ષકો દ્વારા લોકસભાના સંભવિત ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે જામનગર બેઠકમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય દ્વારા કાર્યકર્તાઓના સેન્સ લેવામાં આવ્યા હતા.

સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકર્તા રીવાબા જાડેજા અને જામનગરના સાંસદ પૂનમ માડમ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં થોડા દિવસ પહેલા જોડાયેલા રીવાબા જાડેજા ગુજરાતનું રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ છે, જેના કારણે જામનગરમાં લોકસભાની બેઠક પરથી રીવાબા જાડેજાને ટિકિટ મળે તો નવાઈ નહીં.

આ બાબતે પૂનામ માડમે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, દાવેદારીની કોઈ વાત નથી. કાર્યકર્તાઓ દાવેદારી કરતા હોય છે અને એ તેમનો હક છે. હું આ સેન્સની પ્રક્રિયામાં કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાતે આવી હતી અને પાર્ટી જેને પણ લોકસભા લડવાની તક આપશે તે મજબૂતીથી લડે તેવી શુભકામના પાઠવું છું. આ ઉપરાંત રીવાબાએ પણ કહ્યું હતું કે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે. જામનગરની બેઠક પર યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં સવારથી લઇને બપોએ સુધીમાં અંદાજીત 20 કરતા વધારે દાવેદારોની નોંધણી કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp