વાયબ્રન્ટ સમિટને સફળ બનાવે તેવા અધિકારીઓની સરકારમાં અછત

PC: vibrantgujarat.com
ગુજરાત સરકારે તાજેતરમાં જ કેટલાંક સિનિયર (સનદી અધિકારીઓ) IASની બદલીઓ કરી છે. પરંતુ હજુ પણ આ બદલીઓ અધૂરી છે. હજુ બીજા તબક્કામાં પણ IAS અધિકારીઓની બદલીઓ ટૂંક સમયમાં જ આવશે. આ બદલીઓ અંગે એમ પણ મનાઈ રહ્યું છે કે જાન્યુઆરી 2019મા આયોજિત નવમી ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ રહી છે. ત્યારે ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગમાં મોટાપાયે ફેરફારો પણ આવી રહ્યાં છે. પરંતુ સમિટને સફળ બનાવે તેવા વાયબ્રન્ટ અધિકારીઓની શોધ સરકાર કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની અગાઉ યોજાયેલી વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવામાં કેટલાંક અધિકારીઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. તેવા સનદી અધિકારીઓ જેમકે ડી. રાજગોપાલન, એ. કે. શર્મા, એસ. કે. નંદા , ડી. જે. પાંડિયન, એસ. અપર્ણા અને મહેશ્વર શાહુ જેવા અધિકારીઓની મહેનત રંગ લાવી હતી. પરંતુ આ ઓફિસરો અત્યારે ગુજરાત સરકારમાં નથી, ત્યારે આજ ઓફિસરોની જેમ વાયબ્રન્ટને સમજી શકે તેવા ઓફિસરોની શોધ સરકારે શરૂ કરી છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટના સાક્ષી હોય તેવા અધિકારીઓમાં હાલ એસ. જે. હૈદર, અજય ભાદુ, પંકજકુમાર, અરવિંદ અગ્રવાલ, મમતા વર્મા, મનોજ કુમાર દાસ હાલ સરકારમાં સેવાઓ આપી રહ્યા છે, જેથી મુખ્યમંત્રીને આ અધિકારીઓનુ માર્ગદર્શન મળી શકશે. જોકે હાલ દિલ્લી PMOમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ પણ ગુજરાત સરકારને વાયબ્રન્ટ સમિટ સફળ બનાવવા મદદ કરી રહ્યાં છે. કારણકે તેવા અધિકારીઓ પાસે પણ સમિટને સફળ બનાવવા અનુભવનું ભાથું છે. આમ છતાં અધિકારીઓના કેટલાંક ફેરફારો સરકાર માટે અનિવાર્ય બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp