26th January selfie contest

વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સામાજિક સંસ્થાઓએ મોટા પ્રમાણમાં ફૂડ પેકેટ તૈયાર કર્યા

PC: khabarchhe.com

 વાયુ વાવાઝોડાને લીધે જ્યાં ગુજરાત પર મોટી વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ સેવાકાર્યમાં લાગી ગઇ છે. સુરતથી લઇને અમદાવાદ સુધી ધણાં જિલ્લાઓમાં સામાજિત તથા સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે જેથી અસરગ્રસ્તોને આ દિવસ દરમિયાન વધારે સમસ્યાઓનો સામનો ન કરવો પડે. મહેસાણામાં પણ ઘણા મહિલા મંડળોએ મળીને ફૂડ પેકેટ બનાવવાની તૈયારી આરંભીને માનવતાના દર્શન કરાવ્યાં છે.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ગુજરાત કે ગુજરાતની બહાર પણ દેશમાં કોઇ ભયાનક ત્રાસદી આવી છે ત્યારે ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને મદદ માટે હંમેશા તૈયાર રહી છે. આજે જ્યારે સૌરાષ્ટ્ર આ વિકટ પરિસ્થિતમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે ગુજરાતભરની આ સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે અને અસરગ્રસ્તોને મદદ મળે તે હેતુથી ફુડ પેકેટની સાથે સાથે કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત દરિયા કિનારા વિસ્તારોમાં રહેતા તમામ સ્થાળાંતરિત લોકો જેમને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યાં છે તેમના ભોજનની વ્યવસ્થા પણ સ્થાનિક લોકોએ કરીને માનવતાના દર્શન કરાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાની ઘાત હાલ પુરતી ટળી હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ સાથે સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને હજી તેમના ઘરે જવાની પરવાનગી આપવામાં આવી નથી અને તેમને સુરક્ષિત સ્થાને જાળવી રાખવાનો સરકારે આદેશ કર્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp