પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની વિદાય નક્કી, નવા પ્રમુખ ઓબીસી હોવાની શક્યતા

PC: twitter.com/jitu_vaghani

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, તેની સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખુ, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખ નિયુક્ત થવાની શક્યતા છે. 

20 ઓગસ્ટ 2016માં તેમની નિયુક્તિ થઈ હતી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે જીતેન્દ્ર વાઘાણીની નિયુક્તિ થઇ હતી.  તેઓ આર એસ એસમાં છે. બે દાયકાથી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના પ્રમુખ રહ્યાં છે. બે વખત વજુભાઈ વાળા, બેટ ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા, એક ટર્મ માટે પરસોતમ રૂપાલા, બે ટર્મમાં આર.સી.ફળદુ,  વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણી પ્રમુખ તરીકે રહયા હતાં. તેથી હવે સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નહીં હોય.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp